ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામમાં એક વખત ફરીથી ભાજપ માટે આનંદની સૌગાત લાવી છે. દિલ્હીથી ગુજરાત અને સમગ્ર દેશમાં ભાજપના કાર્યકર્તાઓમાં ઉજવણીનો માહોલ છે. 22 વર્ષથી સતત સત્તા પર કબજો ભોગવતી સરકારે ફરીથી બહુમત મેળવ્યો છે.
પરંતુ કુલ 182 બેઠકોમાં કેટલાક બેઠકો એવી છે, જ્યાં લાખ પ્રયત્નો છતાં ભાજપને વિજય નસીબ ન થઈ શક્યો આમાં એક બેઠક બોરસદ બેઠક છે.અાણંદ જિલ્લાની આ સીટનો ઇતિહાસ ભાજપ માટે હેરાન કરનાર છે. 1962માં ગુજરાત વિધાનસભાની રચના થઈ ત્યારથી 2017 સુધી ક્યારેય ભાજપને અહીંથી વિજય મળ્યો નથી. તેમ છતાં, આ પણ એક હકીકત એ છે કે ભાજપની સ્થાપના 1980માં થઈ હતી.આ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર સિંહ પરમારે જીત મેળવી છે. તેમને 86254 મત મળ્યા જ્યારે ભાજપના ઉમેદવાર રમણભાઈ સોલંકીને 74786 મત મળ્યા.
મહુધા બેઠક ખેડા જિલ્લાની આ સીટ પણ ભાજપ માટે હંમેશા ચિંતાનો વિષય રહી છે. 22 વર્ષોથી ગુજરાતની સત્તા પર કબજો જમાવવા છતા મહુધામાં કમળ ખીલ્યું નહીં.છેલ્લી 6 ચૂંટણીમાં કોંગ્રેસના નટવર સિંહ ઠાકોરે અહીંથી બાજી મારી છે. 2012માં તે 58373 મત મળ્યા હતા, ભાજપના રતનસિંહ સોધાને હરાવ્યા હતા, જેમને 45143 મત મળ્યા હતા.જ્યારે 2007માં નટવર સિંહે બીજેપીના નાટવરલાલ ભટ્ટને પછાડ્યા હતા. અગાઉ નટવર સિંહ ઠાકોરે 2002, 1998, 1995 અને 1990માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતી હતી જો કે, આ વખતે કોંગ્રેસે ઇંન્દ્રજિત તરીકે નવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા અને તેમણે 78 હજાર મત મેળવ્યા હતા.
વ્યારા બેઠક દક્ષિણ ગુજરાત સુરત જીલ્લાનો ભાગ છે આ સીટ અનુસૂચિત જનજાતિ માટે અારક્ષિત છે આઝાદી પછીથી અત્યાર સુધી આ સીટનો ઇતિહાસ પણ બીજેપીના વિરોધમાં જ રહ્યો છે. ભાજપે અત્યાર સુધીમાં અેક પણ વખત ચૂંટણી જીતી નથી.આ વખતે અહીં કોંગ્રેસના ઉમેદવાર ગામીત પુનાભાઈ ઢેડાભાઈને 87140 મત મળ્યા છે જ્યારે તેમના વિરોધી ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ રૂમસીભાઈ ચૌધરીને 63677 મત મળ્યા હતા.
ઝઘડિયા બેઠક અાદિવાસી વસ્તી ધરાવતા ભરૂચ જિલ્લાની અા બેઠક ભાજપ અને કોંગ્રેસ સિવાય જનતા દળ યુનાઈટેડના ખાતામાં ગઈ છે.અનુસૂચિત જનજાતિ માટે અનામત આ સીટ પર સતત 6 વખતથી છોટુભાઈ વસાવા વિજય થયા છે 1990માં તેમણે જનતા દળ ઉમેદવાર તરીકે અહીં જીત મેળવી હતી. ત્યાર બાદ 1995માં નિર્દળીય ઉમેદવાર તરીકે બાજી મારી હતી.1998માં ફરી જનતા દળ અને ત્યાર બાદ સતત જનતા યુનાઈટેડ પરથી ટિકિટ મેળવી છોટુભાઈ વસાવા વિજય થયા હતા.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.