સ્થાનિક શેરબજાર આજે ઘટાડા મુજબ ખુલ્યું છે અને શરૂઆતના ટ્રેડિંગમાં લાલ નિશાનમાં જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન માર્ક પર આવવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. બેંકિંગ શેરોમાં આજે મજબૂત જોવા મળ્યું છે ઓપનિંગમાં સેન્સેક્સ 100થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. શરૂઆતની મિનિટોમાં જ સેન્સેક્સ 37.73 પોઈન્ટના ઘટાડા સાથે 58,750 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીએ આજે 17590 ના સ્તર પર શરૂઆત કરી છે.
શરૂઆતના 20 મિનિટની અંદર સેન્સેક્સ 42.4 પોઈન્ટ્સ અથવા 0.07 ટકાના ઘટાડા સાથે 58,745.62 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી લીલા નિશાનમાં આવી ગયો છે. 7.60 પોઈન્ટના વધારા સાથે 17,567 પર ટ્રેડ થઈ રહ્યો છે.જોવા જઈએ તો આજે ખાંડના સ્ટોકમાં સારો ઉછાળો જોવામળ્યો છે અને ધામપુર સુગર, મવાના સુગર જેવા શેરોમાં વૃદ્ધિના લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.કારણ કે ખાંડનું ઉત્પાદન વધવાના સમાચાર ગઈકાલે હેડલાઈન્સનો ભાગ બન્યા હતા.