ગુજરાત રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક દાવા કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા ગુજરાત રાજ્યના ડીજીપી ને આદેશ આપવામાં આવ્યા છે કે જે ખૂણે દારૂ જુગાર અને નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તેના ઉપર આકરી કાર્યવાહી કરવામાં આવે.
પરંતુ અહીં વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરની કે જ્યાં અનેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ ધમધમતા થઈ ગયા છે.આજે વાત કરવામાં આવે તો અમદાવાદ ના એલિસબ્રિજ વિસ્તારની કે જ્યાં એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પી.આઈ.રાજપૂત અને વહીવટદાર વિક્રમસિંહ અને પેટા વહીવટદાર મહેન્દ્ર ઠાકોર દ્વારા એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનેક દારૂ જુગારના અને નશીલા પદાર્થોના અડ્ડાઓ ખુલ્લેઆમ ચલાવવાની મંજૂરીઓ આપવામાં આવી છે જે વાત લોકમુખે ચર્ચાઈ રહી છે.એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ના પી.આઈ.રાજપૂત અને વહીવટદાર વિક્રમસિંહ દ્વારા પેટા વહીવટદાર તરીકે મહેન્દ્ર ઠાકોર ને રાખવામાં આવ્યો છે કે પી.આઈ.અને વહીવટદાર વિક્રમસિંહ વતી દરેક અડ્ડાઓ ઉપર મહેન્દ્ર ઠાકોર દ્વારા ઉઘરાણું કરવામાં આવતું હોવાની વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે.
આ અગાઉ પણ પી.આઈ.રાજપૂત અને વહીવટદાર વિક્રમસિંહ દારૂ જુગરને લઈ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પણ વિવાદ માં આવી ચુક્યા છે તેમ છતાં પણ હવે એલિસબ્રિજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવી રીતે જાહેર માં દારૂ જુગાર ની પરમિશન આપી પી.આઈ.રાજપૂત અને વહીવટદાર વિક્રમસિંહ શુ સાબિત કરવા માંગે છે તે વાત લોકમુખે ચર્ચાઈ રહી છે.
અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં મળતા દારૂ જુગાર અને નશીલા પદાર્થો વેચનારના નામ અને સરનામાની માહિતી નીચે મુજબ છે :
1.બાબુ કાકા
દેશી દારૂ
કોચરબ ગામ
2. કપિલ
અંગ્રેજી દારૂ
આંબેડકર કોલોની
3. કટ્ટો
અંગ્રેજી દારૂ
આંબેડકર કોલોની
4. ડિડી
દેશી દારૂ
આંબેડકર કોલોની
5. ધર્મી
દેશી દારૂ
મડોરા વાસ
ભુદરપુરા
6. મંગાજી
વર્લી મટકા સટ્ટો
આંબેડકર કોલોની
7.એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ની સામે એમ.જે.લાઇબ્રેરી ની બહાર ખુલ્લામાં
દેશી દારૂ
હજુ પણ એલિસબ્રિજ વિસ્તારના બીજા દારૂના અડ્ડાઓ નું લિસ્ટ બીજા ભાગમાં પ્રકાશિત કરવામાં આવશે.
જો આવીરીતે અમદાવાદ શહેર ખુલ્લેઆમ દારૂ અને જુગાર તથા નશીલા પદાર્થોના ખુલ્લેઆમ ધંધા ધમધમતા હોય અને અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર આ વાત થી અજાણ હોય તે વાત જરા પણ માનવામાં ન આવે તેવી હોય તેવું લાગી રહ્યું છે.