ગુજરાત વિધાનસભાની ચૂંટણીથી કોંગ્રેસકને નવું બળ મળ્યુ છે પક્ષે બેઠકો વધારી છે એટલુ જ નહી તે સજીવન પણ થઇ છે. જો કે કોંગ્રેસ સરકારી રચી શકી નથી પરંતુ તે એક મજબુત વિપક્ષ તરીકે બહાર આવેલ છે હવે કોંગ્રેસનું ધ્યાન રાષ્ટ્રીય સ્તરે વિપક્ષોની એેકતા તરફ કેન્દ્રીય થશે કે જેેથી મોદી સરકારે શીંગડા ભરાવી શકાય.
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની ચૂંટણીઓ એક નવા અવતાર તરીકે અથવા તો વોટ કેચર એટલે કે મતો ખેંચી લેવાતા નેતા તરીકે બહાર આવ્યા છે જે તે કારણે તેમને બીહાર અને યુપી જેવા રાજ્યો કે જ્યાં 40 થી 85 જેટલી લોકસભાની બેઠકો છે. ત્યાં પ્રાદેશિક પક્ષોને પોતાની તરફ ખેંચવાનું સરળ બનશે જો કે ગુજરાતમાં તેમને વિજય નહી મળતા બેઠકોની ફાળવણીના મામલે તેઓના બાર્ગેનીંગ પાવર ઉપર અસર પડશે.