Breaking: NDPSની ડેડિકેટેડ કાર્યવાહી માટે ગુજરાત રાજ્યમાં નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) યુનિટ્સ બનાવવાનો નિર્ણય

By
Satya Day
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues,...
3 Min Read

Breaking ડ્રગ્સ મુક્ત ગુજરાત માટે મોટો નિર્ણય: રાજ્યભરમાં બનશે ઝોન વાઇઝ ‘એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ’ (ANTF)

ગુજરાતને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવા માટે રાજ્ય સરકારે એક ઐતિહાસિક પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, રાજ્યમાં કુલ ૬ નવી ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) યુનિટ્સની સ્થાપના કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યુનિટ્સ ડ્રગ્સના વેચાણ, હેરફેર અને ઉત્પાદન પર કડક અંકુશ લગાવશે.

state transport home minister harsh sanghvi mla surat majura.jpg

વધારાનું મહેકમ અને કાર્યક્ષેત્ર

આ નવા ANTF યુનિટ્સ હાલના નાર્કોટિક્સ સેલને વધુ શક્તિશાળી બનાવશે. આ માટે, ૧ એસ.પી., ૬ ડીવાયએસપી, અને ૧૩ પીઆઈ સહિત ૧૭૭ વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. અગાઉ નાર્કોટિક્સ સેલમાં ૩૪ અધિકારી-કર્મચારીઓ હતા, જે હવે વધીને ૨૧૧ થશે. આ અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર અને માત્ર NDPS (Narcotic Drugs and Psychotropic Substances Act) સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ યુનિટ્સનું સમગ્ર સુપરવિઝન સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવશે.

Drug.jpg

ઝોન અને ઉદ્દેશ્યો

આ છ નવા ANTF યુનિટ્સ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બોર્ડર ઝોનમાં કાર્યરત થશે. આ ઝોનલ માળખું રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મદદ કરશે.

ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ યુનિટ્સ દ્વારા ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયર્સ અને પેડલર્સ સામે ‘cutting edge level’ની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે ઉમેર્યું કે, આ ઝોનલ પોલીસ સ્ટેશનો દ્વારા ગુનાઓની તપાસમાં એકસૂત્રતા જળવાશે, જેથી આરોપીઓને કડક સજા અપાવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે.

ANTF યુનિટ્સની મુખ્ય વિશેષતાઓ

તપાસમાં સુપરવિઝન: સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS કેસોની તપાસમાં ‘ટોપ ટુ બોટમ’ અને ‘બોટમ ટુ ટોપ’ અભિગમ અપનાવવામાં આવશે, જેમાં ANTF યુનિટનું સુપરવિઝન મહત્વનું સાબિત થશે.

ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ: નવા યુનિટ્સમાં ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટ પણ કાર્યરત રહેશે. આ યુનિટ્સ વારંવાર ગુના આચરતા તત્વો, સિન્ડિકેટ અને આંતર-રાજ્ય નાર્કો અપરાધીઓની માહિતી એકત્રિત કરીને ડેટા આધારે કાર્યવાહી કરશે.

PIT NDPS કાર્યવાહીને વેગ: જે રીતે અસામાજિક તત્વો સામે ‘પાસા’ (PASA) હેઠળ કાર્યવાહી થાય છે, તે જ રીતે હવે ડ્રગ્સના ગુનેગારો સામે ‘પીટ એનડીપીએસ’ (PIT NDPS) હેઠળ કડક કાર્યવાહીને વેગ મળશે. ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટની મદદથી ડ્રગ્સ માફિયાઓ સામે કડક પગલાં ભરવામાં ANTF મહત્વની ભૂમિકા ભજવશે.

Share This Article
Satya Day is a dedicated contributor at Satya Day News, delivering timely, factual, and insightful news updates across various categories including politics, current affairs, social issues, and regional developments. With a passion for truth and responsible journalism, Satya Day ensures that every story reflects accuracy, neutrality, and public relevance. Stay connected with Satya Day for news that matters.