ભારત સંચાર નિગમ લિમિટેડએ વધુ એક નવો પ્રી પેડ પ્લાન લૉન્ચ કર્યો છે. BSNLના આ નવા પ્રી પેડ પ્લાનની કિંમત 197 રૂપિયા છે. BSNLના આ પ્લાન સાથે 150 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે. આ સિવાય ગ્રાહકોને આ પ્લાનમાં કુલ 2 GB ડેટા મળશે.BSNLના આ પ્રી પેડ પ્લાન સાથે અનલિમિટેડ કૉલિંગ અને અનલિમિટેડ SMS સુવિધા પણ ઉપલબ્ધ હશે. BSNLનો આ પ્લાન દેશની કોઈપણ ટેલિકોમ કંપનીની સરખામણીમાં આકર્ષક પ્લાન છે. અન્ય કોઈ ટેલિકોમ કંપની પાસે આ પ્રકારનો પ્લાન નથી.BSNLનો આ પ્લાન દેશના તમામ સર્કલમાં હાજર છે. આ પ્લાનમાં પહેલા 18 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને 2 GB ડેટા ઉપલબ્ધ રહેશે. આ પછી ઈન્ટરનેટ સ્પીડ 40Kbps થઈ જશે.
પ્લાન સાથે ફ્રી અમર્યાદિત ઇનકમિંગ ઉપલબ્ધ હશે પરંતુ આઉટગોઇંગ માટે રિચાર્જ કરાવવું પડશે. સંપૂર્ણ માન્યતા દરમિયાન મફત SMS સુવિધા ઉપલબ્ધ રહેશે.આ મહિનાની શરૂઆતમાં સરકારે ખોટમાં ચાલી રહેલી BSNLને 44,720 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમના બજેટ 2022-23ના ભાષણમાં આ જાહેરાત કરી હતી. બજેટ અનુસાર આ નાણાંનો ઉપયોગ BSNLની 4G સેવા અને કંપનીના પુનર્ગઠન માટે કરવામાં આવશે.અપગ્રેડેશન માટે રૂ. 44,720 કરોડ ઉપરાંત સરકારે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના માટે BSNLને રૂ. 7,443.57ની વધારાની નાણાકીય સહાયની પણ જાહેરાત કરી છે. GST ચુકવણી માટે 3,550 કરોડ પણ આપવામાં આવશે.