અમદાવાદ માં પાલડી વિસ્તારમાં આવેલ સ્ટોર માં અમૂલ પ્રોડક્ટ ની
એક્સપાયરી ડેટ વાળી ખાદ્ય વસ્તુઓ નું વેચાણ થતું હોવાની વાત સામે આવી છે અને જે ગ્રાહક ને એક્સપાયરી ડેટ વાળો શિખંડ પધરાવી દેવાયો તેઓ એ સત્યડે ન્યૂઝ નો સંપર્ક કરતા સત્યડે ની ટીમ સ્થળ ઉપર ગઈ અને લાઈવ કરી સમગ્ર મામલો બહાર લાવતા ત્યાં દુકાનદાર ની પડેલી કાર માંથી પણ એક્સપાયરી ડેટ વાળી અન્ય પ્રોડક્ટ પણ મળી આવી હતી આ એક ચોંકાવનારી ઘટના હોવા છતાં તંત્ર નું ધ્યાન કેમ નથી જતું તે મામલે અનેક સવાલો ઉઠ્યા છે.
સત્યડે માં અહેવાલો બહાર આવતા જ સ્થાનિક તંત્ર દોડતું થયું અને દંડ કરી મામલો થાળે પાડી દીધો છે.
નાની દુકાનોથી લઈને મોટા સ્ટોર્સ સુધી અખાદ્ય વસ્તુઓનું વેચાણ થાય છે. સરકારના જવાબદાર વિભાગો આ તરફ ધ્યાન આપતા નથી. તપાસના અભાવે આ દુકાનદારો નિર્ભયતાથી અખાદ્ય વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે અને લોકો તેનું સેવન કરી રહ્યા છે, પેકિંગ અને એક્સપાયરી ડેટ વાંચવાનું ટાળતા લોકો તેઓનો સોફ્ટ ટાર્ગેટ હોય છે. મોટાભાગના લોકો પેકેટ પર શું છપાયેલ છે તેના પર ધ્યાન આપતા નથી,પરિણામે આવા શોપ વાળા બેફામ બન્યા છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) ના નિયમો અનુસાર અખાદ્ય વસ્તુઓ વેચનાર સામે કાર્યવાહી કરવામાં આવે છે.
જેમાં રૂ.25 હજાર રૂપિયાથી લઈને વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધીનો દંડ લાદી શકે છે.
વિભાગ ધારે તો કેસ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરે છે, જેમાં ઓછામાં ઓછી ત્રણ મહિનાની સજાની જોગવાઈ છે.
જોકે,અમદાવાદ ના પાલડી માં અમૂલ બ્રાન્ડ ની એક્સપાયરી ડેટ વાળી વસ્તુઓ બેફામ વેચનાર દુકાનદાર સામે તપાસ બાદ જે થવો જોઈએ તેટલો દંડ થયો કે કેમ અને સજાની જોગવાઈ માટે શું પગલાં ભર્યા તે વાત તપાસ નો વિષય છે.