કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી 23મી ડિસેમ્બરના શનિવારે એક દિવસની અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે અમદાવાદના યુનિર્વિસીટી કન્વેન્શલ હોલમાં તેઓ વિધાનસભામાં ચૂંટાયેલા અને હારેલા એમ તમામ ઉમેદવારો સાથે મુલાકાત કરશે ઉમેદવારો અને આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ સાંજે ચાર વાગ્યે રાહુલ ગાંધી કાર્યકરોને સંબોધન કરવાના છે.
કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધયક્ષ રાહુલ ગાંધી 22મી ડિસેમ્બરે ગુજરાત મુલાકાતે આવવાના હતા, જો કે તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. રાહુલ હવે અમદાવાદમાં 23મી ડિસેમ્બરના રોજ મુલાકાતે આવશે. સવારે 11.30 વાગ્યે ઉત્તર ઝોનના કોંગ્રેસના આગેવાનો અને ઉમેદવારો સાથે બેઠક કરશે. આ બેઠક એક કલાક સુધી ચાલશે ત્યારબાદ 12.30 વાગ્યે મધ્ય ગુજરાતના નેતાઓ સાથે મુલાકાત થવાની છે. બપોરે 2 વાગ્યે સૌરાષ્ટ્ર ઝોનના નેતાઓ આગેવાનો સાથે ચર્ચા વિચારણાનો દોર શરૂ થશે. ત્યારબાદ બપોરે 3 વાગ્યે દક્ષિણ ઝોનના નેતાઓ સાથે બેઠક યોજાશે. 4 વાગ્યે કાર્યકરોને સંબોધન કરશે.