વિશ્વ ચેસ ચેમ્પિયનશિપના લોગોનું અનાવરણ થતાં જ ભારે ઉહાપોહ મચી ગયો છે. લોગોનો ફોટો જાહેર થતાં અનેક ગ્રાન્ડ માસ્ટરે તેની આકરી ટીકા કરી છે. ચેસ ટુર્નામેન્ટ આ લોગો ચેસ કરતાં કામસૂત્રની વધારે યાદ અપાવે છે. ફોટા મુજબ બે શરીરને એકબીજાની બાહુપાસમાં હોવાની પ્રતીતી થાય છે અને તેમની વચ્ચે ચેસ બોર્ડ રખાયુ છે. ભારતના વિશ્વનાથ આનંદે આની હાંસી ઉડાડતાં જણાવ્યુ હતુ કે જો તમે આ પોઝિશનમાં છો. તો સાન્તાની ગુડલિસ્ટમાં સામેલ હોવાનું સમજી લો.
અનેક ચેસ ખેલાડીઓએ ટ્વિટ કરી આ લોગોને વિકૃત ગણાવ્યો છે. લંડનમાં 11થી 30 નવેમ્બર સુધી લંડનમાં વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ યોજાનાર છે. જેમાં વિશ્વ ચેસ ચેમ્પિયન મેગનસ કાર્લસન અને ચેલેન્જર વચ્ચે ટક્કર થશે. આગામી વર્ષે માર્ચમાં યોજાનાર કેન્ડિડેટસ ટુર્નામેન્ટમાં ચેલેન્જરની પસંદગી અંગે નિર્ણય લેવામાં આવશે.
વિશ્વ ચેસ ચેમ્પિયનશિપના આયોજકોએ જણાવ્યું હતું કે તેઓ શહેરની જેમ જ વિવાદાસ્પદ લોગોની જ ઇચ્છા ધરાવતાં હતાં.