રાજ્યસભાની ત્રણ બેઠકો માટેની ચૂંટણી એપ્રિલ -મે મહિનામાં થશે.અરૂણ જેટલી, મનસુખ માંડવિયા અને શંકરભાઈ વેગડની ટર્મ પુરી થાય છે. આ ત્રણેય બેઠકો ભાજપની હતી. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સારૂ પ્રદર્શન કરતાં કોંગ્રેસ હવે એક બેઠકનું દાવેદાર થયું છે. ભાજપને એક બેઠકનું નુકસાન થવા જાય છે. આમ તો આ વખતને ભાજપ ધારાસભ્યોની ખરીદ ફરોખ પણ કરી શકે તેમ નથી. કારણ કે એક બેઠક માટે માત્ર 44 મતો જરૂરી છે. જ્યારે કોંગ્રેસ પાસે 80 મતો છે. પરંતુ જો કોંગ્રેસ 88-90 મતો મેનેજ કરી શકે તો કોંગ્રેસ ભાજપ પાસેથી બે બેઠકો આંચકી શકે છે. કોંગ્રેસને 83 નો આંકડો પાર કરવામાં મુશ્કેલી નહીં પડે પરંતુ 88-90 મતો માટે તેમને તકલીફ પડશે. આથી ભાજપ બે બેઠકો આસાનીથી જીતી શકે છે. પરંતુ એક બેઠક ભાજપને ગુમાવવી પડશે. આથી રાજ્ય સભામાં ભાજપનો એક સભ્ય ઓછો થશે અને કોંગ્રેસનો એક સભ્ય વધશે. આમ તો ચૂંટણી રસાકસી ભરી બને તેવી શક્યતા નહીંવત્ છે પરંતુ જો કોંગ્રેસ બે બેઠકો માટે સંઘર્ષ કરે તો ચૂંટણી રસાકસી ભરી બને.

New Delhi: A view of the Rajya Sabha in New Delhi on Friday. PTI Photo / TV GRAB (PTI12_18_2015_000045B)

Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.