પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભાના સાંસદ સચિન તેંડુલકર આજે સંસદમાં પહેલીવાર ભાગ લીધો પરંતુ સચિનનું આ ભાષણ ખૂબ સારૂ ન રહ્યુ. સંસદના વિવાદને કારણે તે તેમની વાત ન જણાવી શક્યા. વિપક્ષના વિવાદને કારણે રાજ્યસભાની કાર્યવાહી કાલ સુધી સ્થગીત રાખવામાં આવી.
વિપક્ષના વિવાદને કારણે સભાપતી વેંકૈયા નાયડુએ શાંત રહેવા અપીલ કરી હતી. અને કહ્યુ કે જે વ્યક્તિ બોલી રહ્યા છે તે ભારતરત્ન છે. જેમને પૂરો દેશ જોઇ રહ્યો છે. મહેરબાની કરી શાંત થઇ જાવ આ પહેલા સચિનની ગેરહાજરી ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો.
સમાજવાદી પાર્ટી નેતા જયા બચ્ચને સચિનના ભાષણને લઇ કોંગ્રેસ ઉપર સવાલ ઉઠાવ્યો કહ્યુ જેમણે દેશનું નામ કમાયું તેમને જ બોલવા દેવામાં ન આવ્યા શું સ્પોર્ટસપર્સનના આર્ટિસ્ટને સદનમાં બોલવા દેવામાં નહિ આવે. મને એવુ લાગે છે કે કોંગ્રેસે સચિનને બોલવા દેવા જોઇએ.