2008 સિરિયલ બ્લાસ્ટ કેસ મુદ્દે વિશેષ અદાલતમાં થશે સુનાવણી થવા જઈ રહી છે .વિશેષ અદાલત આજે દોષિતોના વકીલોનો પક્ષ સાંભળશે.આજની સુનાવણી બાદ વિશેષ અદાલત દોષિતોની સજાના એલાનની તારીખ જાહેર પણ કરી શકે છે અગાઉની સુનાવણીમાં વિશેષ અદાલત દ્વારા પ્રોસીક્યુશનની દલીલો સાંભળવામાં આવી હતી.
અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે ચુકાદો જાહેર થયો છે, જેમાં 54નાં મોત થયાં હતાં અને 200થી વધુને ઈજા થઈ હતી. અદાલતે કુલ 78માંથી 49 આરોપીને UAPA(અનલોફુલ એક્ટિવિટીઝ(પ્રિવેન્શન)) હેઠળ દોષિત જાહેર કર્યા છે. દેશના ઇતિહાસમાં સૌપ્રથમવાર UAPA હેઠળ 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે ગતશુક્રવારે કે બચાવપક્ષએ સેશન્સ કોર્ટમાં પોતનો પક્ષ રજુ કર્યો હતો અને તમામ આરોપીઓને કોર્ટે સાંભળ્યા હતા .આજે વિશેષ અદાલતમાં પ્રોસીક્યુશનની દલીલ સાંભળવામાં આવશે પછી કોઈ નિર્ણય લેવમાં આવશે .