બુધવારે શેરબજાર અગાઉના ટ્રેડિંગ દિવસની ગતિ જાળવી રાખીને ગ્રીન સિગ્નલ પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સે 238 પોઈન્ટના વધારા સાથે 58,380 પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું , જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 76 પોઈન્ટના ઉછાળા સાથે 17,428 પર ખુલ્યો હતો.બુધવારે શેરબજાર અગાઉના ટ્રેડિંગ દિવસની ગતિ જાળવી રાખીને ગ્રીન સિગ્નલ પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટોકએક્સચેન્જના 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સે 238 પોઈન્ટના વધારા સાથે 58,380 પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 76 પોઈન્ટના ઉછાળા સાથે 17,428 પર ખુલ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મંગળવારે શેરબજાર જોરદાર તેજી સાથે બંધ થયું હતું. શેરબજારના બંને સૂચકાંકોએ મંગળવારે આગલા દિવસની સુસ્તીમાંથી રિકવરી કરીને લાંબી છલાંગ લગાવી હતી. સેન્સેક્સ 1736 પોઈન્ટ ઉછળીને 58,142 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી ઇન્ડેક્સ 510ના ઉછાળા સાથે 17,352 પર બંધ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે 1 ફેબ્રુઆરી 2021 પછી કોઈપણ એક દિવસમાં સેન્સેક્સનો આ સૌથી મોટો ફાયદો છે.