સત્ય ડે ન્યૂઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ સમાચારો ને લઈ પાલડી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાં ફરજ બજાવતો ધમો બોખલાઈ જતા સત્ય ડે ન્યૂઝના ચેનલ હેડ આગમ શાહ ને આજે સવારે 9 થી 9.30 ની વચ્ચે એન.આઈ.ડી. પાસે આવેલ ચા ની કીટલી પાસે આવી ઉભા રાખી અને જણાવ્યું હતું કે શા માટે અમારા પોલીસ સ્ટેશન વિરુદ્ધમાં તે છાપ્યુ છે હવે તો તને જોઈ લઈશું ! તેમ કહી ખોટી રીતે ધમકીઓ આપવામાં આવતા આ ધમા નામના કોન્સ્ટેબલ ને કોના દ્વારા કહેવામાં આવ્યું કે સત્ય ડે ન્યૂઝના આગ શાહ ને ધમકીઓ આપો તે પણ એક તપાસ નો વિષય બન્યો છે.આ બાબત ને લઈ જો ઉચ્ચ અધિકારીઓ તટસ્થ તપાસ કરે તો પાલડી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના કર્મચારીઓ ની પોલ ઉઘાડી પડે તેમ છે.જો આ ડી સ્ટાફના માણસો પત્રકારને ધમકીઓ આપી શકતા હોય તો નાના વેપારીઓ અને રહેવાસીઓ ને કેવી રીતે ડરાવી રૂપિયા પડાવતા હશે તે પત્રકારને આપેલ ધમકીઓ ઉપર થી સાબિત થઈ રહ્યું છે.
નીચે બતાવવામાં આવેલ સમાચાર ને લઈ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો ધમો નામનો કોન્સ્ટેબલ નું પણ નામ એ સમાચારમાં પ્રકાશિત કરાયું છે.
અમદાવાદ શહેરમાં પાલડી પોલીસ સ્ટેશન છેલ્લા ઘણા સમય થી વિવાદોમાં ચાલી રહ્યું છે અને જૂના પોલીસ સ્ટેશન થી નવું પોલીસ સ્ટેશન બન્યા બાદ નવું પોલીસ સ્ટેશન અહીંના ફરજ બજાવતા અધિકારી અને બીજા કર્મચારીઓને ફળ્યું ન હોય તેવું લાગી રહ્યું છે.
પાલડી પોલીસ સ્ટેશનની વાત કરવામાં આવે તો અહીં ફરજ બજાવતા ડી સ્ટાફના માણસો એટલી હદે બેફામ બન્યા છે કે પાલડી વિસ્તારના વેપારીઓ અને રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે.
પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડી સ્ટાફના માણસો કે જેમના નામ ૧.સુરેશ ભરવાડ,૨.ધર્મેન્દ્રસિંહ,૩.જૈમીન,૪.રાજુ દેસાઈ,૫.સાર્દુલ ૬.શુભાષ રબારી,૭.વિશાલ ચૌધરી,૮.સહદેવસિંહ આ તમામ કર્મચારીઓ એવું જણાવી રહ્યા છે કે અમો ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલું સાહેબના માણસો છીએ અને પાલડી પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવીએ છીએ જો તમારે પાલડી વિસ્તારમાં શાંતિ થી ધંધો રોજગાર કરવો હોય અને શાંતિ થી રહેવું હોય તો અમોને હપ્તા પેટે રૂપિયા આપવા પડશે જો અમોને રૂપિયા નહીં આપો તો તમોને ખોટા કેસોમાં ફસાવી દેવાની પણ ધમકીઓ આ પોલીસ કર્મીઓ દ્વારા આપવામાં આવી રહી છે.
આ જ પાલડી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના કર્મચારીઓ દારૂ જુગાર અને દેહવ્યાપરના ધંધામાં પોતાની ભાગીદારી રાખી બિન્દાસ પણે પોતાની દાદાગીરી ચલાવી રહ્યા છે તેવું પાલડી ના વેપારીઓમાં ચર્ચાઓ એ જોર પકડ્યું છે.
અનેક સ્થાનિક રહીશો માં તો એ પણ આક્રોશ છે કે જો અમે કોઈ ચા ની કીટલી ઉપર ઉભા હોઈએ કે કોઈ પણ પાન ના ગલ્લે ઉભા હોઈએ તો આ ડી સ્ટાફના કર્મચારીઓ આવી ને અમારી જોડે જબરદસ્તી કરી અને મોબાઈલ ચેક કરાવવાનું જણાવી અમોને ધાક ધમકીઓ આપી અને અમારી મોબાઈલમાં કોઈ પણ પ્રકારની ખોટી વસ્તુ ન હોવા છતાં પણ અમારી પાસેથી રૂપિયા 20 હજાર થી લઈ રૂપિયા 1 લાખ સુધીની માંગણીઓ આ પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી રહેતી હોવાથી અમો પણ હવે રોડ ઉપર નીકળતા આ ડી સ્ટાફના કર્મચારીઓ થી કંટાળી ગયા છીએ.થોડા સમય અગાઉ પણ આ જ ટોળકી નો એક કર્મચારી સુભાષ કરફ્યુ સમયમાં મફત માં પ્રતિષ્ઠિત આઈસ્ક્રીમ ની દુકાન ઉપર ગયો હતો અને ત્યાંના કર્મચારીએ રાત્રી કરફ્યુમાં બધું બંધ થઈ ગયેલ હોવાનું જણાવતા આ સુભાષ રબારી ગુસ્સે ભરાઈ ગયો હતો અને આઈસ્ક્રીમ પાર્લરના કર્મચારી ને મૂઢ માર મારી અને પોલીસ સ્ટેશન લઈ જઈ જાહેરનામનો ભંગ કર્યો તેવી ફરિયાદ કરી દીધી હતી જેની ફરિયાદ પણ આઈસ્ક્રીમ પાર્લરના મલિક દ્વારા કોર્ટમાં કરવામાં આવી છે પરંતુ હજુ સુધી ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ સુભાષ રબારી ઉપર કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા વેપારીઓમાં પણ આક્રોશ વ્યાપી ગયો છે.
પાલડી વિસ્તારની જનતા અને વેપારીઓ દ્વારા એક લખાણ પણ સોશિયલ મીડિયા ઉપર મુકવામાં આવ્યું છે કે “જાગો વેપારીઓ જાગો” આ પાલડી પોલીસ સ્ટેશન ના ડી સ્ટાફના કર્મચારીઓ થી જાગો અને કોઈ પણ પોલીસ કર્મચારી તમારી પાસે ખોટી રીતે રૂપિયાની માંગણી કરે તો તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ ને રજુઆત કરો.
જો પાલડી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના કર્મચારીઓ ઉપર ખાનગી રાહે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો પાલડી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસ કર્મીઓ ની પોલ ખુલ્લી પડી જાય તેમ છે.