તમારા ઘરની બારી કે દરવાજો ખુલ્લા છે કે બંધ તે હવે અવકાશમાં બેઠા બેઠા જાણી શકાશે. ઘરોમાંથી નીકળતી ઊર્જાના સચોટ આકલનથી આ શક્ય બનશે. વાત એમ છે કે બ્રિટિશ સરકાર એક હીટ સેન્સિંગ સેટેલાઇટ તૈયાર કરીને લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ સેટેલાઇટ એ રીતે પ્રોગ્રામ કરાઇ રહ્યો છે કે હાઇ ડેફિનિશન ઇન્ફ્રારેડ રેડિયેશન ડિરેક્ટર્સ દ્વારા ઊર્જા ઉત્સર્જનનું સચોટ આકલન થઇ શકે.સ્પેસ કંપની સેટેલાઇટ વીયુના ચીફ એક્ઝિક્યુટિવ એન્થની બેકરે જણાવ્યું કે તેમના સેટેલાઇટમાં યુનિક ઇન્ફ્રારેડ કેમેરા લગાવાયા છે, જેમની મદદથી કોઇ પણ ગ્રહ પર બેઠા બેઠા ઘરમાંથી નીકળતી ઊર્જાના ઉત્સર્જનની ચોક્કસ ગણતરી કરી શકાય છે. ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઝીરો સુધી લઇ જવું સૌથી મુશ્કેલ કામ રહ્યું છે. એ પણ ત્યારે કે જ્યારે ઘર, ઓફિસ કે ફેક્ટરીમાંથી ઊર્જાનું બહુ ઝડપથી ઉત્સર્જન થઇ રહ્યું છે.
સરકારી કચેરીઓના વીજ બિલ ઘટાડી પણ શકો છો. કંપની દ્વારા આ સેટેલાઇટ ગિલ્ડફોર્ડ શહેરમાં 7 થર્મલ ઇમેજિંગ ચેક બાદ બનાવાઇ રહ્યો છે. તે વૈશ્વિક તાપમાન સામે લડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. સેટેલાઇટ વીયુએ જાહેરાત કરી છે કે 2023 સુધીમાં આ સેટેલાઇટને ફાલ્કન-9 રોકેડ દ્વારા ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ મારફત લૉન્ચ કરાશે. આ સેટેલાઇટના પાર્ટ્સ બ્રિટનના કોર્નવોલ, સ્ટેટલેન્ડ અને નોર્થ સ્કોટલેન્ડમાં તૈયાર થઇ રહ્યા છે.