તમારી આંખો તમારા સ્વાસ્થ્યની સ્થિતિ દર્શાવે છે. કારણ છે કે કોઈ પણ બીમારીની જાણકારી મેળવવા માટે ડોક્ટર સૌથી પહેલા આંખો જોવે છે. તમને આંખોમાં કોઈ પણ ફેરફાર જોવા મળે તો તરત ડોક્ટર્સને બતાવો. જો તમને જોવામાં મુશ્કેલી થાય, બળતરા કે દુખાવો કોઈ મોટી બીમારીના સંકેતને હલ્કામાં ન લેવું જોઈએ.
આંખોમાં પાણી આવે તો…
આંખોમાં ખૂબ વધારે પાણી આવે ત્યારે તમારી આંખોમાં કાળા કે ભૂરા રંગના ધબ્બા દેખાય છે તો તરત તમારા ડોક્ટરને બતાવો. કારણ કે આ કોઈ પ્રકારની મુશ્કેલીની નિશાની છે. એટલે કે તમારે કોઈ પણ પરિસ્થિતિમાં આંખો સાથે સંબંધિત મુશ્કેલીઓ હલ્કામાં ન લેવી જોઈએ.ઝાંખું દેખાવવા પર ન કરો અવગણના
તે ઉપરાંત જો તમને ઝાંખું દેખાવવા લાગે છે તો પણ તમારે તે વાતને હલ્કામાં ન લેવી જોઈએ.ઘણા કારણોના કારણે લોકોને ઝાંખું દેખાવા લાગે છે. જો તમને અજવાળામાં કે અંધારામાં ઝાંખું દેખાય છે તો તમારે તેની અવગણના ન કરવી જોઈએ.
આંખો ડ્રાય થવી
આંખો ડ્રાય લાગતી હોય તો પણ તેને હલ્કામાં ન લો. કારણ કે આંખોમાં ખંજવાડ આવવાના ઘણા કારણ હોઈ શકે છે. જેવા કે મોડી રાત સુધી બેસીને કોમ્પ્યુટર સ્ક્રીન પર કામ કરવું, ફોનનો ઉપયોગ વધુ કરવો. આવામાં તરત ડોક્ટર્સનો સંપર્ક કરો.આંખોમાં સોજા આવવા
આંખોમાં સોજા અને ડાર્ક સર્કલ્સ થવા પર પણ તેની અવગણા ન કરો. તેના ઘણા કારણ હોઈ શકે છે. માનવામાં આવે છે કે ઘણા કારણોથી આંખોમાં સોજો અને ડાર્ડ સર્કલ્સની સમસ્યા થાય છે. આ કારણોની ઓળખ જો તમે નથી કરી શકતા તો તરત ડોક્ટરને બતાવો.