શુક્રવારે, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો વાળા સેન્સેક્સ 840 પોઈન્ટના વધારા સાથે 57,370 ના સ્તર પર ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 265 પોઈન્ટ ઉછળીને 16,504 ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું હતું.સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે ભારતીય શેરબજાર ભૂતકાળના ભારે ઘટાડામાંથી રિકવર થતા લીલા નિશાન પર ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 840 પોઈન્ટના વધારા સાથે 57,370ના સ્તરે ખૂલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 265 પોઈન્ટના ઉછાળા સાથે 16,504ના સ્તરે ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. હાલમાં BSE સેન્સેક્સ 1024 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધને કારણે ભારતીય શેરબજારમાં ગુરુવારે હડકંપ મચી ગયો હતો. જેના કારણે સેન્સેક્સ આ વર્ષે અત્યાર સુધીના સૌથી મોટા ઘટાડા સાથે 2702 પોઈન્ટ ઘટીને 54,530ની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી ઇન્ડેક્સમાં પણ દિવસભર ખરાબ સ્થિતિ રહી હતી અને તે 815 પોઇન્ટના મજબૂત ઘટાડા સાથે 16,227 પર બંધ રહ્યો હતો.જણાવી દઈએ કે એક દિવસ પણ રોકાણકારોને 13.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું.
