વ્હોટ્સએપમાં ટૂંક સમયમાં નવું ફીચર ઉમેરાશે. કંપનીએ ડેસ્કટોપ બીટા યુઝર્સ માટે નવું મેસેજ રિએક્શન ફીચર ફીચર રિલીઝ કર્યું છે. અર્થાત ટૂંક સમયમાં ગ્લોબલી આ ફીચર લોન્ચ થશે. આ સિવાય કંપની નવાં પ્રાઈવસી ફીચરનું પણ ટેસ્ટિંગ કરી રહી છે.
આ ફીચર હવે ડેવલપમેન્ટ ફેઝમાં છે. વ્હોટ્સએપનાં ફીચર ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ અપકમિંગ ફીચરનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે. આ ફીચર ટૂંક સમયમાં એન્ડ્રોઈડ અને iOS પ્લેટફોર્મ પર તેને રોલઆઉટ કરવામાં આવશે.WABetaInfoએ શેર કરેલા સ્ક્રીનશૉટ પ્રમાણે, મેસેજની ડાબી બાજુ એક આઈકોન જોવા મળશે. આ આઈકોન પર ક્લિક કરતાં જ 6 પ્રકારની ઈમોજી જોવા મળશે. તેમાંથી યુઝર કોઈ એકની પસંદગી કરી રિએક્શન આપી શકશે. આ ઈમોજીમાં થમ્બ્સ અપ, રેડ હાર્ટ, ફેસ વિધ ટિયર્સ ઓફ જોય, શૉક્ડ ફેસ, ક્રાઈંગ ફેસ અને ફોલ્ડેડ હેન્ડ્સ સામેલ છે.
પ્રાઈવસી ફીચર પણ કતારમાં
રિપોર્ટ પ્રમાણે વ્હોટ્સએપ કેપ્શન બાર અપડેટ પર કામ કરી રહી છે. ફોટો-વીડિયો મોકલતા પહેલાં અને સ્ટેટસમાં અટેચ કરતાં પહેલાં યુઝર્સને પ્રાઈવસી ચેન્જ કરવાનો ઓપ્શન મળશે.
મેસેજિંગ એપના વોઈસ કોલિંગમાં નવું ઈન્ટરફેસ રિલીઝ થશે. આ ફેરફાર પહેલાં iOS વ્હોટ્સએપ બીટા યુઝર્સને મળશે. આ પહેલાં ગયા ડિસેમ્બર મહિનામાં એન્ડ્રોઈડ બીટા યુઝર્સમાં ઈન્ટરફેસ બદલાયું હતું.