રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારતીય વિદ્યાર્થીઓના રેસ્ક્યૂને લઈને ફરી એક વાર કેન્દ્ર સરકારને અપીલ કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફેસબુક પર વિડીયો પોસ્ટ કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓ સાથે હિંસા થઈ રહી છે, તેમને મારવામાં આવી રહ્યા છે.
રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓનો વીડિયો શેર કર્યો…….
રાહુલ ગાંધીએ આ વીડિયોમાં લખ્યું છે કે, આવી રીતે હિંસા વેઠી રહ્યા છે ભારતીય વિદ્યાર્થીઓ અને વીડિયો જોનારા તેમના માતા-પિતા અને પરિવાર પ્રત્યે મારી સંવેદના. આવી રીતની હિંસા વેઠી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ અને વીડિયો જોનારા તેમના પરિવારના લોકો માટે દિલથી દુ:ખી થઈ રહ્યો છું. કોઈ પણ વાલીએ આવી સ્થિતીમાંથી પસાર ન થવું જોઈએ. ભારત સરકારે યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકો અને તેમના પરિવાર સાથે તાત્કાલિક નિકાસીની યોજના શેર કરવી જોઈએ. આપણે આપણા નાગરિકોને આવી રીતે છોડી શકીએ નહીં