અમદાવાદની વેદાંત સ્કૂલમાં ચાલતા ડોનેશનના કાળા કારોબારની ધિકતી કમાણીના અંડર ટેબલ વહીવટનો સત્યડેની ટીમે પર્દાફાશ કરતા હવે જવાબદારો દોડતા થઈ ગયા છે.
કારણકે સ્ટિંગમાં રશીદ વગર કેટલા રૂપિયા વાલીઓ પાસેથી ઉઘરાવવામાં આવે છે તેનો હિસાબ તેઓ ખુદજ પોતાના મૂખેથી જ આપી રહ્યા છે જે વાસ્તવિકતા હવે બધાનીસામે છે,આ સ્ટિંગની જવાબદારી સત્યડે સ્વીકારે છે અને તેને પુરવાર કરવા સમર્થ છે જે અવાજ અને વિડીયોનું સમર્થન કરે છે, આટલુ સ્પષ્ટ દિવા જેવી વાત મીડિયામાં દર્શાવાઇ છે ત્યારે તેને સ્વીકારી લેવાને બદલે ધમકી આપવાની બાલિશતા એ શિક્ષણની ભાષા નથી, રહી વાત ધમકીઓ ની તો સત્યડે મીડિયા કોઈથી ડરતુ નથી એ વાત લાગતા વળગતા શાનમાં સમજી લે.
સ્કૂલોની ઉઘાડી લૂંટ સામે ફી નિયમન એક્ટની જોગવાઈ હોવાછતાં અંડર ટેબલ થઈ રહેલી ઉઘાડી લૂંટ મામલે પગલાં ભરવાનો વારો હવે તંત્ર એટલે કે સબંધિત વિભાગનો છે કે તે શું પગલાં ભરે છે? તે તપાસનો વિષય છે.
શિક્ષણનું વેપારી કરણ કરી કરોડો રૂપિયા કમાઈ રહેલા આવા તત્વો સરકારી નિયમોને ઘોળીને પી ગયા છેઅને જનતાને લૂંટી રહયા છે.
અમદાવાદની વેદાંત સ્કૂલમાં બ્લેકને વ્હાઇટ કરવાનો મોટો ખેલ ચાલતો હોવાનું કથિતરીતે જણાઈ રહ્યુ છે તેમાં રસીદ વગર ઉઘરાણીના મોટા ગોરખધંધા ચાલતા હોવાની વાતો ભારે ચર્ચાસ્પદ બની છે.
વેદાંત સ્કૂલના ધારિણી શુકલા, અનિલ શુકલા, જ્યોતિ શુકલા વગરે આ મામલે સ્પષ્ટતા કરે તે જરૂરી છે ઉપરાંત તેઓનો પુત્ર મલ્હાર શુકલા વિદેશમાં હોટલ વ્યવસાયમાં રોકાણ મુદ્દે પણ સવાલો ઉઠ્યા છે એટલું જ નહીં પણ શૈક્ષણિક ધામમાં કાળા-ધોળા ના થઇ રહેલા મોટા ખેલનું કાળું નાણું ક્યાંક વિદેશમાં રોકાણનો ચર્ચાતો મુદ્દો હવે તપાસનો વિષય હોય હવાલા મામલે ઇડી સહિતના સબંધિત વિભાગોના રદારમાં આ મેટર હવે ઘણાં રાઝ ખોલી શકે છે.
કારણ કે જો ડોનેશન મામલે અંડર ટેબલ વહીવટની પારદર્શક તપાસ થાયતો આંખો પહોળી થઇ જાય તેવા આંકડા બહાર આવી શકે છે,અને એટલે જ બિલ્ડર્સ, જવેલર કે હોટેલિયરના મોમાં પણ પાણી આવે તેવો આ સ્કૂલ-કોલેજનો ધંધો હોવાનું જણાય રહ્યું છે.
લાખ્ખોનો કાળો કારોબાર અને સરકાર ને ચૂનો લગાડવાના આ ધિકતા ધંધાનો પર્દાફાશ આતો માત્ર ટ્રેલર છે.
આ મેટરમાં હવે આગળની તપાસમાં શુ થાય છે તેની ઉપર સૌની મીટ મંડાઈ છે.