Kawasaki ભારતમાં Vulcan 650 S લોન્ચ કરવાની તૈયારીમાં છે. જાપાનીઝ મોટરસાઇકલ ઉત્પાદક દ્વારા ભારતીય વેબસાઇટમાં ટીઝર કેમ્પીયન શરૂ કરવામાં આવ્યો છે Kawasaki Vulcan 650 S એક ક્રૂઝર મોટરસાઈકલ છે. આમાં 4 સ્ટ્રોક, લિકવીડ ક્યુલ્ડ, 649cc પેરેલલ ટ્વિન મોટર છે જે 7500 આરપીએમ પર 61PS અને 6600 આરપીએમ પર 62.78 એનએમ ટોર્ક પેદા કરે છે.
Kawasaki Vulcan 650 S ઇન્ટરનેશનલ માર્કેટમાં સેલ કરવામાં આવે છે. ત્યાં તે ફુટપેગ્સ અને હેન્ડલબાર માટે થ્રી-વે એડજસ્ટમેન્ટ પોઝિશનમાં સેલ કરવામાં અાવે છે. તેથી અલગ અલગ રાઇડરની હાઇટ સાથે મેળ ખાય છે. સાથે સાથે સસ્પેન્શન માટે સેવન-વે એડજસ્ટિંગ મોડ છે. જેથી સસ્પેન્શન માટે ક્રૂઝિંગ અથવા સ્પોર્ટી રાઇડ માટે સેટ કરી શકાય છે.
આ ઉપરાંત આ બાઇકમાં ઘણી એસેસરીઝ સાથે આવે છે, જેમાં વિન્ડશિલ્ડ, કાવાસાકી, એમબ્લેમ અને બાકીની વસ્તુઓ સામેલ છે. Kawasaki 650ની સ્પર્ધા Harley Davidson 650 અને Royal Enfield Interceptor 650 સાથે છે. અેક અંદાજ મુજબ Vulcan 650 Sનું મૂલ્ય ભારતમાં 7 લાખની અંદર રાખવામાં અાવશે.આ મોટરસાઇકલની ફ્રન્ટમાં ટ્વીન પિસ્ટન કૈલિપર સાથે સિંગલ 300 એમએમ ડિસ્ક અને રિયર પર સિંગલ પિસ્ટન કૈલિપર સાથે 250 એમએમ ડિસ્ક આપવામાં આવ્યું છે. સાથે જ આ બાઇક ડ્યુઅલ ચેનલ ABS સિસ્ટમ સાથે આવે છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.