યુક્રેન પર રશિયાનો હુમલો સતત આઠમા દિવસે પણ ચાલુ છે. પુતિનની સેનાએ રાજધાની કિવને ઘેરી લીધી છે. થોડા કલાકો પહેલાં જ સેનાએ કિવના એક રેલવે સ્ટેશન પર મિસાઈલ છોડી હતી.
કીવ ઈન્ડિપેંડેંટ (Kyiv Independent) એ એક ઓનલાઈન સમાચાર પત્રનાં રિપોર્ટને હવાલો આપતા ટ્વિટ કર્યું છે. અહેવાલમાં યુક્રેનના ગુપ્તચરોને સાધીને કહેવામાં આવ્યું છે કે, રશિયા તેમને યુક્રેનના રાષ્ટ્રપતિ તરીકે જાહેર કરવાનો પ્રયાસ કરશે. ક્રેમલિન યાનુકોવિચની યુક્રેન વાપસી માટેની કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. યાનુકોવિચ વર્ષ 2014માં રશિયા ભાગી ગયા હતાં.
⚡️Media: Putin wants to reinstate Yanukovych as president of Ukraine.
Viktor Yanukovych is allegedly in Minsk, and the Kremlin is preparing an operation to replace Zelensky with the ex-president ousted by the EuroMaidan Revolution in 2014, according to Ukrainska Pravda’s sources
— The Kyiv Independent (@KyivIndependent) March 2, 2022