ગુજરાતનું બજેટ 2022 આજે રજૂ કરવામાં આવશે. નાણામંત્રી કનુભાઈ બજેટ લઈને આવી પહોંચ્યા છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે પ્રજાલક્ષી અને સર્વ સમાવેશી બજેટ હશે, લોકોની અપેક્ષા પૂર્ણ કરનારું બજેટ રહેશે. બજેટ પૂર્ણ થયા પહેલાં જો કોઈ મીડિયા માહિતી આપશે તો ઔચિત્યભંગનો ગુનો ગણાશે. પહેલીવાર નાણાં વિભાગે આ પ્રકારનો આદેશ કર્યો છે.
