[slideshow_deploy id=’24408′]રાજ્યભરમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. તો બીજી બાજુ નશાનો વેપલો કરતા બુટલેગરો પણ સક્રિય થયા છે. અમદાવાદના અસલાલી વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે. ટ્રકમાંથી આશરે 1450 પેટી વિદેશી દારૂ ઝડપાયો છે. જેની કિંમત 58 લાખ રૂપિયા જેટલી થાય છે. આર.આર.સેલે બાતમીના આધારે આ દારૂ ભરેલ ટ્રક ઝડપી લીધી છે. ટ્રક ચાલકની પણ ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતમાં દારૂ બંધીનો કડક અમલ હોવા છતાં દારૂ ભરેલી આખી ટ્રક રાજ્યની બોર્ડર ક્રોસ કરીને કેવી રીતે ઘુસી શકે તે મોટો સવાલ છે.હાલ તો નવા વર્ષની પાર્ટીની ઉજવણી માટે મંગાવવામાં આવેલો દારૂ પોલીસે જપ્ત કરી લીધો છે.