અમેરિકાએ ભારત પર 50% ટેરિફ લાદ્યો: ટ્રમ્પના આદેશથી PM મોદી પડકારનો સામનો કરવા તૈયાર
આજથી ભારત પર અમેરિકા દ્વારા 50% ટેરિફ લાગુ કરવામાં આવ્યો છે. આ ટેરિફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા પાસેથી તેલની ખરીદીને કારણે લાદવામાં આવ્યો છે. આ નવા ટેરિફને પગલે ભારતીય નિકાસકારો અને અર્થતંત્ર પર તેની મોટી અસર જોવા મળશે. આ વધારાના ટેરિફનો અમલ ભારતીય સમય મુજબ સવારે 9.30 વાગ્યે થયો છે.
ટેરિફનું કારણ: રશિયા-યુક્રેન યુદ્ધ
ટ્રમ્પના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ રશિયા પાસેથી ભારત દ્વારા ખરીદવામાં આવતા તેલનો વેપાર છે. ટ્રમ્પને આશા છે કે ભારત પર ભારે ટેરિફ લાદીને તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર યુક્રેન સામેના યુદ્ધનો અંત લાવવા માટે દબાણ લાવી શકશે. અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે આ સંબંધમાં એક ડ્રાફ્ટ નોટિસ પણ જારી કરી છે.

વધેલા ટેરિફની અસર
અમેરિકાએ ભારતના 66% નિકાસ ઉત્પાદનો પર 50% ટેરિફ લાદ્યો છે. આ ટેરિફની સૌથી મોટી અસર કાપડ, રત્નો અને ઝવેરાત, સીફૂડ, ચામડાની વસ્તુઓ, મશીનરી, કાર્પેટ અને ફર્નિચર જેવી વસ્તુઓની નિકાસ પર થશે. જોકે, ભારતના લગભગ 30% ઉત્પાદનો, જેમ કે સ્ટીલ, કોપર, એલ્યુમિનિયમ, ફાર્માસ્યુટિકલ્સ અને ઇલેક્ટ્રોનિક્સને આ ટેરિફમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. ઓટો પાર્ટ્સ પર પણ માત્ર 25% ટેરિફ લાગુ થશે.
PM મોદીની પ્રતિક્રિયા અને તૈયારી
ટ્રમ્પના આ આદેશ પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. તેમણે ખાતરી આપી છે કે સરકાર વધેલા ટેરિફની અસર નાના ઉદ્યોગો અને ખેડૂતો પર પડવા દેશે નહીં. આ પડકારનો સામનો કરવા માટે ભારત સરકાર રાજદ્વારી અને આર્થિક સ્તરે જરૂરી પગલાં લઈ રહી છે.
#WATCH | "…I am talking to a very terrific man, Prime Minister of India, Narendra Modi. I said what's going on with you and Pakistan. Then I am talking to Pakistan about trade. I said what's going on with you and India? The hatred was tremendous. This has been going on for a… pic.twitter.com/gJVOTmKjXN
— ANI (@ANI) August 27, 2025
ટ્રમ્પનો દાવો: “મેં પરમાણુ યુદ્ધ અટકાવ્યું”
આ ટેરિફના નિર્ણયની સાથે જ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું હતું. તેમણે કહ્યું કે તેમણે બંને દેશોના નેતાઓ સાથે વાતચીત કરી અને ટેરિફ લાદવાની ધમકી આપીને પરિસ્થિતિને નિયંત્રિત કરી. તેમણે કહ્યું કે જો ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ઊભી થશે તો તેઓ ફરીથી તેને અટકાવશે.

