ચેનલ હેડ,આગમ શાહ
ગુજરાત રાજ્યના યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવી જ્યારે ખુરશી સાંભળી ત્યારે પ્રજાને ઘણી આશાઓ હતી પણ તેમના આગમન સાથેજ યોગાનુયોગ જે રીતે ક્રાઇમરેટ વધ્યો છે તે જોતા ખરેખર ચોંકાવનારી વાત છે.
ગુજરાત રાજ્યમાં ગુનેગારો બન્યા બેફામ બન્યા છે અને ગુનેગારોમાં કાયદાનો ડર રહ્યો નથી.
ગુજરાતમાં હત્યારાઓ, ગુંડાઓ અને બુટલેગરો બેફામ બન્યા છે. સીધા-સાદા માણસો સિવાય કોઈને પણ પોલીસ, કાયદાનો જાણે કે ડર નથી રહ્યો.
ગુનાખોરીના આંકડા ખૂબ મોટા અને ચોકાવનારા છે પણ અહીં માત્ર 15 દિવસનીજ વાત કરવામાં આવે તો સહેજેય ખ્યાલ આવશે કે ક્રાઇમરેટ કેટલો વધ્યો છે.
પોલીસે સામાન્ય નાગરિક પર દંડ ઉઘરાવવાના કાર્યની જગ્યાએ ગુનાખોરી ડામવા કાર્ય કરે તે જરૂરી છે. જ્યારે રાજ્યના ગૃહવિભાગના કાર્ય પર પણ આ આંકડાથી પ્રશ્નાર્થ સર્જાયો છે.
રાજ્યમાં ક્રાઇમરેટ વધી રહ્યો છે મહિલાઓ સુરક્ષિત નથી, રોમીયો ખુલ્લેઆમ છેડતી કરી રહયા છે ત્યારે સત્યડે ટુ ધ પોઇન્ટ સબંધિત વિભાગને યાદ અપાવે છે
૧) સુરત શહેરમાં 12 ફેબ્રુઆરી ગ્રીષ્મા વેકારીયા નામની દીકરીનું જાહેર રોડ ઉપર ગળું કાપી હત્યા
૨) અમદાવાદ શહેરમાં 8 માર્ચ મહિલા દિન ના દિવસે જ પોલીસ સ્ટેશનની બહાર તલવારના ઘા મારી મહિલાની હત્યા
૩) સુરત શહેરમાં 15 માર્ચના રોજ લિવ ઇનમાં રહેતી નેપાળી યુવતીનું ગળું કાપી હત્યા
૪) 15 માર્ચના દિવસે અમદાવાદ AEC બ્રિજ પાસે 3 શખ્સો દ્વારા જાહેર રોડ ઉપર કરાઈ છેડતી !યુવતીની માતા અને ભાઈએ પ્રતિકાર કરતા છેડતીખોર નરાધમોએ માતા અને ભાઈ ને પણ ફટકાર્યા !
૫) 13 માર્ચના રોજ અમદાવાદ જિલ્લામાં આવેલ ધોળકા તાલુકામાં 15 વર્ષીય સગીરા સાથે 8 નરાધમોએ કર્યું સામુહિક દુષ્કર્મ ! ભાજપના મહિલા કાઉન્સિલરનો પુત્ર જ નીકળ્યો આરોપી
૬) તારીખ 13 માર્ચ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં લગ્નની લાલચ આપી 13 વર્ષીય સગીરા ઉપર પાડોશી યુવકે કર્યું દુષ્કર્મ
અમદાવાદ, સુરતના આ બનાવો સિવાય રાજ્યભરમાં હત્યા, બળાત્કાર,લૂંટ નું લિસ્ટ ખૂબ લાંબુ છે ત્યારે હેલ્મેટ અભિયાન ની જેમ ગુનેગારો માં ધાક ઉભી થાય તેવું અભિયાન ક્યારે થશે તે માટે લોકો પ્રશ્નો પૂછી રહયા છે.
ક્રમશઃ