ગુજરાતમાં ગીતાના અભ્યાસક્રમ મુદ્દે આમ આદમી પાર્ટીએ વાંધો ઉઠાવ્યો છે. દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ વિવાદિત નિવેદન આપતાં કહ્યું છે કે શાળાઓમાં શા માટે ગીતા ભણાવવામાં આવે? કામ રાવણ જેવું અને વાત ગીતાની કરો છે. જે લોકો ગીતાની વાત કરે છે તેઓ પોતાના જીવનમાં પણ ગીતાના સારનો અમલ કરે.જગદીશ પંચાલે કહ્યુ કે, મનીષ સિસોદીયા ગીતાનું મહત્વ જાણતા નથી.
ગીતા પરના નિવેદન પર મનીષ સિસોદીયાને મંત્રી જગદીશ પંચાલે કરારો જવાબ આપ્યો છે. જગદીશ પંચાલે કહ્યુ કે, મનીષ સિસોદીયા ગીતાનું મહત્વ જાણતા નથી. ગીતા એ હિન્દુ સંસ્કૃતિનું સૌથી મહત્વનું પુસ્તક છે. સ્વામી વિવેકાનંદ વિશ્વ પ્રવાસે પણ ગીતા લઈને ગયા હતા. આગામી દિવસોમાં મનીષ સિસોદીયાને ગીતા વિશે ખ્યાલ આવશે. ગુજરાતની જનતા 2022માં મનીષ સિસોદીયાને જવાબ આપશે.
ગીતાના વચનો અમલમાં લાવવાની સલાહ સાથે સિસોદિયાએ શાળાઓમાં ગીતાના શિક્ષણ સામે વાંધો ઉઠાવ્યો છે. ત્યારે ગુજરાતમાં મનોષ સિસોદિયાના આ નિવેદનને લઈને રાજકરણ તેજ બન્યુ છે. આ બાદ ટ્વિટર પર પણ તેની ચર્ચા જાગી છે. સાથે જ ગુજરાત સરકારના શાળામાં ભાગવત ગીતા શીખવાડવાના નિર્ણયને લોકો આવકારી રહ્યાં છે. ત્યારે આપ પાર્ટી તેને વખોડી રહી છે.