સુરતના કતાર ગામમાં કિરણ હોસ્પિટલની પાછળ આવેલા કોમ્પેલેક્ષનો સ્લેબ ધરાશાયી થઈ જતાં બે લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે
સુરતના કતારગામ વિસ્તારમાં કિરણ હોસ્પિટલ પાછળ જરીવાલા કમ્પાઉન્ડ પાસે સ્લેબ ધરાશાયી થતાં કેટાલક લોકો કાટમાળ નીચે દબાયા હોવાના અહેવલા બાદ ફાયર વિભાગે રેસ્ક્યૂ ઓપરેશ કરીને બહાર કાઢ્યા છે. તો 3 લોકો હજી પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. સ્લેબ ધરાશાયી થવાની ઘટના બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. જોકે, આ ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે.
સુરતના કતારગામમાં કિરણ હોસ્પિટલની પાછળના જૂના કોમ્પલેક્ષમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન આજે અચાનક જ કોમ્પલેક્ષનો સ્લેબ ધરાશાયી થતાં 5 થી 6 લોકો સ્લેબ નીચે દબાઈ ગયા હતાં. આ બનાવની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તાત્કાલિક 7 જેટલા JCBની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.જો કે, સ્લેબ ધરાશાયી થતાં 2 શ્રમિકોનું મોત નીપજ્યું છે. જ્યારે એક વ્યક્તિ દબાયા હોવાની આશંકા છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે