દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાની વચ્ચે મુંબઈમાં જથ્થાબંધ પેટ્રોલના ભાવમાં તગડો વધારો કરાયો છે. આ માહિતી આપતા સૂત્રોએ જણાવ્યું હતું કે જથ્થાબંધ ગ્રાહકોને વેચાતું ડીઝલ 25 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે. આ પગલું આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવમાં 40 ટકાના ઉછાળા બાદ લેવામાં આવ્યું છે.
આ મહિને પેટ્રોલ પંપના વેચાણમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે. બસ કાફલા સંચાલકો અને મોલ્સ જેવા જથ્થાબંધ ગ્રાહકોએ પેટ્રોલ પમ્પ પરથી બળતણ ખરીદ્યું છે. સામાન્ય રીતે તેઓ પેટ્રોલિયમ કંપનીઓ પાસેથી સીધું ઇંધણ ખરીદે છે. આનાથી બળતણનું છૂટક વેચાણ કરતી કંપનીઓના નુકસાનમાં વધારો થયો છે. સૌથી વધુ અસર નાયરા એનર્જી, જિયો-બીપી અને શેલ જેવી કંપનીઓ પર પડી છે. વેચાણમાં વધારો થવા છતાં આ કંપનીઓએ હજુ વોલ્યુમ ઘટાડ્યું નથી. પરંતુ હવે પમ્પ માટેની કામગીરી આર્થિક રીતે સધ્ધર રહેશે નહીં.