યુપીના બાગપત જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં હોળીના ખાસ અવસર પર સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
#WATCH उत्तर प्रदेश: एक वायरल वीडियो में बागपत में तेज़ रफ़्तार से आ रहा ऑटो पानी से भरा गुब्बारा लगने से पलटता दिख रहा है। pic.twitter.com/GtGT5lQhxv
— ANI_HindiNews (@AHindinews) March 20, 2022
આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બાગપતમાં એક તેજ રફ્તાર રીક્ષા પાણીથી ભરેલાફુગ્ગાના કારણે પલટી ગઈ.
જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક યુવકો રસ્તાના કિનારે હોળી રમી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પાણીથી ભરેલો ફુગ્ગો રસ્તા પર જઈ રહેલી એક રીક્ષા પર માર્યો. લોકોનું કહેવું છે કે અચાનક ફુગ્ગો મારવાને કારણે રીક્ષા બેકાબૂ થઈ ગઈ અને હાઈવે પર પલટી ગઈ. ત્યારપછી તોફાની યુવકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
થોડીવાર પછી આસપાસના લોકોએ રીક્ષામાં સવાર લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં બે લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે. રીક્ષાને પણ નુકસાન થયું છે. આરોપીઓ ફરાર છે. પોલીસ આરોપીને શોધી રહી છે. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે ફુગ્ગો ફેંકનાર સામે કેસ નોંધ્યો છે.