રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત પ્રવાસે છે. જેમાં અમદાવાદ એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું છે. તેમજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિધાનસભા ગૃહને સંબોધશે. તેમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સંબોધન આપવાના છે.
સુસ્વાગતમ્
ગુજરાતના પ્રવાસે પધારેલ દેશના પ્રથમ નાગરિક આદરણીય રાષ્ટ્રપતિ મહોદય શ્રી રામનાથજી કોવિંદ નું અમદાવાદ હવાઈમથક ખાતે ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું હતું.@rashtrapatibhvn pic.twitter.com/i4vCx1nnME
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 24, 2022
ગુજરાત હંમેશા વિકાસના મોડેલ સમાન રહ્યુ છે અને રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાનનું પસંદગીનું રાજ્ય પણ કહી શકાય. ગુજરાતને વિકાસના મોડલ તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે. ત્યારે ગુજરાતની મુલાકાતે રાષ્ટ્રપતિ આજે આવી રહ્યા છે. 25 માર્ચના INS વાલસુરા નેવી મથકના કાર્યક્રમમાં પણ ભાગ લેશે.
દેશના પ્રથમ નાગરિક આદરણીય રાષ્ટ્રપતિ મહોદય શ્રી રામનાથ કોવિંદજી આજે સવારે ૧૧ઃ૦૦ વાગ્યે વિધાનસભા ખાતે પોતાનું સંબોધન કરશે.આપણે સૌ આ અવસરે માર્ગદર્શન પ્રાપ્ત કરીએ.@rashtrapatibhvn
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 24, 2022