અમદાવાદમાં બિલ્ડર લોબીમાં મોટું અને વગદાર નામ ગણાતા મનીષ શાહે એસજી હાઇવે ઉપર તેમનાવેસ્ટગેટ પ્રોજેકટમાં એક આખો ટાવર ગેરકાયદેરીતે ઉભો કરવાની વાત સામે આવવા છતાં મનપાનું જવાબદાર તંત્ર ચૂપ થઈ ગયું છે.
એસજી હાઇવે ઉપર વેસ્ટગેટના તોતિંગ પ્રોજેકટની બાજુમાંજ વધુ એક ટાવરનું ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ થતું હોવાની વાત સામે આવવા છતાં તે બાંધકામ તોડવા મામલે તંત્રના જવાબદાર અધિકારીઓ પગલાં ભરી નથી રહ્યા.
મોટા ગજાના બિલ્ડર મનીષ શાહે નિયમો વિરુદ્ધ બાંધકામ તાણી બાંધ્યુ હોવાછતાં દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ અધિકારી કાન્તનું આ ગેરકાયદેસર બાંધકામ તોડતા તાવ ચડી રહ્યો છે.
વેસ્ટગેટના કોમર્શિયલ બિલ્ડિંગમાં હવે ઇ ટાવરનું બાંધકામ વિવાદ વેરી રહ્યું છે અને હાલ આ બાંધકામ તંત્રની મીઠી નજર હેઠળ ચાલી રહ્યું છે. તંત્રની મીઠી નજર હેઠળ વેસ્ટગેટના ઈ ટાવરનું નિયમ વિરુદ્ધનું બાંધકામ ગાર્ડનની જગ્યામાં જ બાંધકામ શરૂ થઇ જતા આસપાસના લોકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છેપણ વેસ્ટગેટના બિલ્ડર ઊંચી લાગવગ ધરાવતા હોય કોઈ ખૂલીને બોલવા તૈયાર નથી.
અમદાવાદના સબંધિત વિભાગ આ પ્રોજેકટના ચાલી રહેલા અને બંધાઈ ગયેલા ગેરકાયદે બાંધકામ મામલે આંખ આડા કાન કરી રહ્યું છે ત્યારે હવે આ ગેરકાયદે બાંધકામ અટકાવવા કોઈ આગળ નહિ આવતા અનેક સવાલો ઉઠી રહયા છે.
દક્ષિણ પશ્ચિમ ઝોન ના એસ્ટેટ અધિકારી કાન્તનુંની આ બાંધકામ અટકાવવા કે તોડવા સહિતની કાર્યવાહી કરવા શુ મજબૂરી છે તે સામે સવાલો ઉઠી રહયા છે, અલબત્ત બિન્દાશ ચાલી રહેલા આ બાંધકામમાં મોટો વહીવટ થયાની ચર્ચાઓ વેગવંતી બની છે.
અમદાવાદમાં મોટા ગજાના બિલ્ડરો સામે પગલાં ભરતું નથી તે આ એક નમૂનો માત્ર છે તંત્ર એકદમ પારદર્શક રીતે કામ કરી રહ્યું છે એવા દાવા કરનારી સરકારના નાક નીચે જ ગેરકાયદે બાંધકામો ફૂલેફાલે છે. કારણ કે ગેરકાયદે બાંધકામ કરવા દેવા માટે ભરપૂર ભ્રષ્ટાચાર થાય છે એ કોઈ નવી વાત નથી. પાસ થયેલો પ્લાન કંઈક જૂદો હોય અને અસ્તિત્વમાં આવતું કોમ્પલેક્સ કંઈક જૂદું જ હોય છે. તેમ છતાં બાંધકામને બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન મળે છે. વીજ, ગટર અને પાણીનું જોડાણ પણ મળી જાય છે. આ તમામ તબક્કે ખુલ્લેઆમ અને લખલૂટ ભ્રષ્ટાચાર થાય છે. આ લખલૂટ ભ્રષ્ટાચાર ઓહિંયા કરી ગયા પછી જ્યારે શહેર ગેરકાયદે બાંધકામોથી ખદબદે ત્યારે ઇમ્પેક્ટ ફીનો કાયદો આવે છે અને એ કાયદા તળે બધા જ દોષિતો અને ભ્રષ્ટાચારીઓ નિર્દોષ સાબિત થઈ જાય છે. ઇમ્પેક્ટ ફી ભરાવીને કાયદેસર થયેલા બાંધકામોમાં નિયમ પાલનોનું શું? એનો જવાબ આજદિન સુધી કોઈએ આપ્યો નથી.
આવા સમયે વેસ્ટગેટ પ્રોજેકટ માં આખા ટાવરનું બાંધકામ ભારે વિવાદી બન્યું છે અને સબંધિત વિભાગના અધિકારીઓ સામે પણ આંગળીઓ ચીંધાઈ રહી છે.