સામગ્રી
1/2 લિટર દૂધ
2 ટે. સ્પૂન ઘઉંનો લોટ
2 ટે. સ્પૂન મિલ્ક પાઉડર
1/2 કપ દૂધ
1/2 કપ ખાંડ
2 ટી સ્પૂન કેસર ઘોળેલું દૂધ
3-4 ચમચી ડ્રાયફ્રૂટ્સની બારીક કતરણ
1/2 ટી સ્પૂન ઈલાયચી પાઉડર
સ્ટેપ 1
એક પેનમાં દૂધ લો. હાઈ ફ્લેમ પર દૂધને ત્યાં સુધી ઉકળવા દો, જ્યાં સુધી તે ઘટ્ટ ન થઈ જાય. દૂધમાં ઉભરો આવે અને તે ઘટ્ટ થવા લાગે એટલે ગેસની ફ્લેમ ધીમી કરી દો.
બાળકોને ભાવે તેવા ટેસ્ટી ચીઝ કુલચા ઘરે બનાવો, યીસ્ટની પણ જરૂર નહીં પડે
સ્ટેપ 2
એક બાઉલમાં ઘઉંનો લોટ અને મિલ્ક પાઉડર લઈને મિક્સ કરી લો. તેમાં 1/2 કપ દૂધ ઉમેરીને ચમચીથી મિક્સ કરી લો. એકદમ સ્મૂધ બેટર બનાવવું. તેમાં ગાંઠ ન રહી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું
સ્ટેપ 3
ગરમ થઈ રહેલા દૂધમાં આ મિશ્રણ ઉમેરતા જાઓ અને ચમચાથી દૂધ હલાવતા જાઓ. બાદમાં 5-7 મિનિટ દૂધને ઉકળવા દો. આ દરમિયાન ચમચાથી દૂધ હલાવતા રહેવું. હવે તેમાં ખાંડ અને કેસરવાળુ દૂધ ઉમેરો અને સતત હલાવતા રહો. ખાંડ ઓગળી જાય અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે તેમાં ડ્રાયફ્રૂટ્સની બારીક કતરણને મિક્સ કરી લો. છેલ્લે તેમાં ઈલાયચી પાઉડર ઉમેરો. તો તૈયાર છે રબડી. રબડીને સર્વિંગ બાઉલમાં લઈને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિંશ કરી સર્વ કરો