ખોડલધામ ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી અને જેતપુર બેઠક પરથી ભાજપના જયેશ રાદડિયાના હરીફ એવા કોંગ્રેસના ઉમેદવાર રવિ આંબલિયાના હરીફ એવા કોંગ્રેસના ઉમેદવાર રવિ આંબલિયાના પરિવારને ગંભીર અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં રવિ આંબલિયાને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે.
ગત રાત્રે રવિ આંબલિયા પોતાના પરિવાર સાથે કાર લઇ જઇ રહ્યાં હતા ત્યારે રિબડા અને લોધિકા ગામ વચ્ચે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તેમની કારને અકસ્માત સર્જાયો હતો. જેથી કાર રોડની સાઇડમાં ઉતરી પલટી ખાઇ ગઇ હતી. અકસ્માતમાં રવિ આંબલિયા ગંભીર રીતે ઘાયલ છે, જ્યારે પરિવારનો રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.