એરટેલે Jioને ટક્કર આપવા બે સસ્તા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા, જાણો વિગત
રિલાયન્સ જિયોએ તાજેતરમાં રૂ. 259નો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 28 નહીં પરંતુ 30 દિવસની હતી. હવે એરટેલે રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે બે નવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાન્સની વેલિડિટી પણ 30 દિવસની છે.
મોટાભાગની ટેલિકોમ કંપનીઓ એક મહિના માટે 28 દિવસનો પ્લાન ઓફર કરે છે. પરંતુ, ટ્રાઈએ એક આદેશ જારી કર્યો હતો જેમાં ટેલિકોમ ઓપરેટરો માટે 30 દિવસની વેલિડિટી સાથે ઓછામાં ઓછો એક પ્લાન આપવાનું ફરજિયાત બનાવ્યું હતું.
આ સિવાય પ્લાન એક મહિના માટે હોવો જોઈએ. એટલે કે જે તારીખે રિચાર્જ કરાવવાનું છે, તે જ તારીખે ગ્રાહકોએ આગામી મહિનામાં પણ રિચાર્જ કરાવવું જોઈએ. આ ઓર્ડરને કારણે રિલાયન્સ જિયોએ તાજેતરમાં 30 દિવસની વેલિડિટી સાથેનો પ્લાન લૉન્ચ કર્યો હતો. હવે એરટેલે પણ બે નવા પ્લાન લોન્ચ કર્યા છે.
એરટેલનો નવો લોન્ચ પ્લાન રૂ. 296 અને રૂ. 310નો છે. એરટેલના રૂ. 296ના પ્લાનમાં કુલ 25GB 4G હાઇ-સ્પીડ ડેટા આપવામાં આવે છે. આ પછી યુઝર્સને પ્રતિ MB 50 પૈસા ચાર્જ કરવામાં આવશે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલ અને દરરોજ 100 SMS પણ આપવામાં આવે છે. તેની વેલિડિટી 30 દિવસની છે.
દૈનિક SMS મર્યાદા સમાપ્ત થયા પછી, વપરાશકર્તાઓને સ્થાનિક SMS માટે પ્રતિ સંદેશ 1 રૂપિયા અને STD SMS માટે પ્રતિ સંદેશ 1.5 ચાર્જ કરવામાં આવશે. આ પ્લાનમાં એમેઝોન પ્રાઇમ વિડિયો મોબાઇલ એડિશનની 30-દિવસની ફ્રી ટ્રાયલ પણ આપવામાં આવી છે.
એરટેલનો બીજો પ્લાન 310 રૂપિયાનો છે. તેની વેલિડિટી પણ 30 દિવસની છે. આમાં યુઝર્સને દરરોજ 2GB ડેટા આપવામાં આવે છે. દૈનિક મર્યાદા સમાપ્ત થયા પછી, સ્પીડ ઘટીને 64kbps થઈ જશે. આમાં દરરોજ અનલિમિટેડ વોઈસ કોલ અને 100 SMS પણ આપવામાં આવે છે.