MCIને વિખેરી નાખવાના વિરોધમાં આજે સમગ્ર રાજ્યના આશરે 25 હજારથી વધુ ખાનગી તબીબો હડતાળ પર છે. તબીબો કામગીરીથી અળગા રહેશે. જેના ૫ગલે દર્દીઓની તપાસ અને ઓ૫રેશન જેવી કામગીરી બંધ રહેશે. અગાઉ ૫ણ તબીબો આવી રીતે વિરોધ નોંધાવી ચૂક્યા છે. જો કે તેનું કોઇ ૫રિણામ આવ્યું નથી. સરકાર નેશનલ મેડિકલ કાઉન્સીલની રચના કરવા માગે છે. આ મામલે IMA દ્વારા લડતનું એલાન આ૫વામાં આવ્યું છે. લડત દરમિયાન ઇમરજન્સી મેડિકલ સેવા ચાલુ રાખવામાં આવશે.
મેડિકલ ક્ષેત્રના 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ પણ બિલનો વિરોધ કરશે. આ બિલમાં ખાનગીકરણને પ્રોત્સાહન આપી ભ્રષ્ટાચારની નીતિ અપનાવી વિદ્યાર્થીઓનો ભવિષ્ય સાથે ચેડાં થઇ રહ્યાનો આક્ષેપ મેડિકલ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે.મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા પર ભ્રષ્ટાચાર અને રાજકીય ખટપટના આક્ષેપો થયા છે. આ ખરાબ સ્થિતિના કારણે સરકાર મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને વિખેરી નાખીને તેની જગ્યાએ નવી બોડી નેશનલ મેડિકલ કમિશન લાવવા માંગે છે.
જો NMC લાગુ થશે તો MBBS તબીબોને કવોલિફાઈ થવું પડશે અને વધુ એક પરીક્ષા આપવાની રહેશે અને પરીક્ષા આપ્યા બાદ જ તબીબો પ્રેક્ટીસ કરી શકશે. NMCમાં 3 સભ્યની કમિટી મેડિકલ કોલેજને મંજૂરી આપશે. તેની સાથે બીલમાં 5 કરોડથી લઈને 100 કરોડ સુધીના દંડની જોગવાઈ પણ છે. તેમજ કોલજની 40 ટકા સીટ પર NMCની નજર રહેશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.