કૃતિ સેનન અને કાજોલની ફિલ્મ ‘દો પત્તી’ ફરી વિવાદમાં, વિદેશી સંગીતકારે લગાવ્યો ચોરીનો આરોપ
કૃતિ સેનન અને કાજોલની ફિલ્મ ‘દો પત્તી’ ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ છે. આ વખતે તેના ‘રાંઝણ’ ગીત પર વિદેશી સંગીતકારે કોપીનો આરોપ લગાવ્યો છે. આ આરોપથી ભારતીય સંગીત જગતમાં હડકંપ મચી ગયો છે.
કોણે લગાવ્યો આરોપ?
વિદેશી મ્યુઝિશિયન KMKZએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે ‘રાંઝણ’ ગીતની બેઝ બીટ્સ તેમના બે વર્ષ જૂના ટ્રેક ‘ગુડબાય’ (Goodbye)માંથી લેવામાં આવી છે. તેમનું કહેવું છે કે સંગીતકારો સચેત અને પરંપરાએ તેમની પરવાનગી કે ક્રેડિટ આપ્યા વિના તેમની ધૂનનો ઉપયોગ કરી લીધો.

KMKZની નારાજગી
KMKZએ પોતાના દાવાને સાબિત કરવા માટે ‘રાંઝણ’ના Spotify સ્ટ્રીમ્સનો ઉલ્લેખ કર્યો, જે 29 કરોડથી પણ વધુ છે. તેમણે જણાવ્યું કે તેમણે આ મામલાને લઈને ટી-સીરીઝ અને સચેત-પરંપરાને ઈમેલ મોકલ્યો હતો, જેમાં કાયદેસર રીતે ક્રેડિટ અને યોગ્ય સન્માન આપવાની માંગ કરવામાં આવી હતી. પરંતુ તેમને કોઈ જવાબ મળ્યો નહીં. આથી, તેમણે વીડિયો દ્વારા જાહેરમાં પોતાની વાંધો ઉઠાવ્યો.
વિવાદ પર મૌન
હજી સુધી ન તો ફિલ્મના નિર્માતાઓએ કે ન તો ટી-સીરીઝે આ મામલા પર કોઈ સત્તાવાર નિવેદન આપ્યું છે. આ દરમિયાન, KMKZનો આ આરોપ સોશિયલ મીડિયા પર ઝડપથી ચર્ચાનો વિષય બન્યો છે.
View this post on Instagram
ચાહકોની પ્રતિક્રિયા
આ વિવાદે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ફરી એકવાર કોપીરાઇટ અને સર્જનાત્મક અધિકારોની ચર્ચાને હવા આપી છે. ઘણા ચાહકોનું કહેવું છે કે જો આ આરોપ સાચો સાબિત થાય તો તે ભારતીય મ્યુઝિક ઇન્ડસ્ટ્રી માટે શરમજનક હશે. જ્યારે કેટલાક લોકો તેને માત્ર એક સર્જનાત્મક સંયોગ માની રહ્યા છે.
આમ, હવે સૌની નજર ટી-સીરીઝ અને ગીતના સંગીતકારો પર ટકેલી છે કે તેઓ આ વિવાદ પર ક્યારે અને કેવી પ્રતિક્રિયા આપે છે.

