મહારાષ્ટ્રના પુણેમાં બસો વરસ જૂના યુદ્ધની વરસીને લઇને વકરેલી હિંસા બાદ આજે મહારાષ્ટ્ર બંધનુ એલાન અપાયુ છે. બંધના એલાનને બાદ રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે શાંતિની અપીલ કરી છે.
બંધના પગલે 40 હજાર સ્કુલ બસના પૈડા થંભી ગયા છે. મુંબઈના વર્લીમાં બે બસમાં તોડફોડ કરવામાં આવી છે. તો થાણેમાં રેલ માર્ગ પર આંદોલનકારીઓ ઉતરી ગયા છે. મહારાષ્ટ્ર તરફનો વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. મુંબઈમાં ડબ્બા વાળાઓએ બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. જેથી બે લાખ ટિફિન સેવા પ્રભાવિત થવાની છે.
પૂણેમાં થયેલી હિંસાના પગલે મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ અસર જોવા મળી. મંગળવારે મુંબઇ ઉપરાંત હડપસર અને ફુરસુંગીમાં બસ ઉપર પથ્થરમારો થયો. બીડ, પરભણી, સોલાપુર અને બુલઢાણા સહિત ઘણા સ્થળોએ વિરોધ પ્રદર્શન થયા. તો ક્યાંક તોડફોડની પણ ઘટના બની. મુંબઇમાં વિરોધ પ્રદર્શનના કારણે લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત થઇ.
દર વર્ષે નવા વર્ષના અવસરે મહારાષ્ટ્ર અને અન્ય સ્થળોથી હજારોની સંખ્યામાં, પૂણેની પરને ગામમાં, દલિતો પહોંચે છે, અહીં તે જયસ્તંભ અાવેલો છે, જ્યાં અંગ્રેજોએ તે સૈનિકોની યાદમાં બનાવ્યો હતા, જેણે આ લડાઈમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. કહેવાય છે કે વર્ષ 1927માં ડૉ. ભીમરાવ અાંબેડકરે આ મેમોરિયલ પર પહોંચ્યા હતા ત્યારબાદથી અાંબેડકરમાં વિશ્વાસ રાખનાર અા જયસ્તંભને પ્રેરણા સૂત્ર તરીકે જૂએ છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.