બાળકોમાં ડિહાઇડ્રેશન: લક્ષણો અને બચાવના ઉપાયો
ગરમ હવામાન, ઝાડા, ઉલટી કે તાવને કારણે બાળકોને ડિહાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને 1 વર્ષથી ઓછી ઉંમરના શિશુઓમાં તેનું જોખમ વધુ હોય છે, કારણ કે તેમનું શરીર ઝડપથી પાણી અને મિનરલ્સ ગુમાવી દે છે. જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો આ સ્થિતિ ગંભીર બની શકે છે અને બાળકના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે.
ડિહાઇડ્રેશન શું છે?
જ્યારે શરીરમાં પાણી અને જરૂરી પ્રવાહીની ઉણપ થાય છે, ત્યારે તેને ડિહાઇડ્રેશન કહેવાય છે. નાના બાળકોમાં આ સમસ્યા વધુ ગંભીર હોય છે કારણ કે તેમનું શરીર પાણીની અછતને સહન કરી શકતું નથી.
શિશુઓમાં ડિહાઇડ્રેશનના કારણો
- વારંવાર ઝાડા થવા
- ઉલટી થવી
- વધુ તાવ
- પૂરતું દૂધ કે પાણી ન મળવું
- ગરમ હવામાન કે ચેપ (ઇન્ફેક્શન)
ડિહાઇડ્રેશનના લક્ષણો
- બાળક વારંવાર રડે અને ચીડિયું થઈ જાય.
- મોં અને હોઠ સુકાઈ જવા.
- રડતી વખતે આંસુ ન નીકળવા.
- ડાયપર લાંબા સમય સુધી સુકો રહેવો.
- માથાનો નરમ ભાગ (સોફ્ટ સ્પોટ) અંદર ધસી જવો.
- ત્વચા ઢીલી કે સુકી થવી.
- આંખો અંદર ધસી જવી.
- નબળાઈ કે સુસ્તી દેખાવી.
ગંભીર સ્થિતિમાં બાળકને વધુ તાવ, સતત ઝાડા અને દૂધ પીવાનો ઇનકાર જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવા લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો ખૂબ જરૂરી છે.
બચાવના ઉપાયો
- શિશુને વારંવાર બ્રેસ્ટફીડિંગ કરાવો.
- ગરમીમાં હળવા અને આરામદાયક કપડાં પહેરાવો.
- ઝાડા કે ઉલટી થાય તો તરત જ ડૉક્ટરની સલાહ લો.
- બાળકને હંમેશા સ્વચ્છ વાતાવરણમાં રાખો.
- જે બાળકો બ્રેસ્ટફીડિંગ નથી કરતા, તેમને ડૉક્ટરની સલાહ મુજબ પૂરતું ફોર્મ્યુલા મિલ્ક આપો.
- કોઈપણ પ્રકારની નબળાઈ કે સુસ્તી દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.