Video: 72 વર્ષના મણિ અમ્માએ દુબઈના રસ્તાઓ પર દોડાવી રોલ્સ રોયસ, આત્મવિશ્વાસે સૌને કર્યા આશ્ચર્યચકિત
સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં 72 વર્ષીય ભારતીય મહિલા મણિ અમ્મા (Mani Amma) દુબઈના રસ્તાઓ પર સફેદ રંગની રોલ્સ રોયસ ગોસ્ટ (Rolls Royce Ghost) ચલાવતા જોવા મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે તેઓ સાડી પહેરીને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે લક્ઝરી કાર ચલાવતા દેખાય છે. વીડિયો જોયા બાદ લોકો તેમની સ્ટાઈલ અને હિંમતના ખૂબ વખાણ કરી રહ્યા છે.
“ડ્રાઈવર અમ્મા” તરીકે છે જાણીતા
મણિ અમ્માને લોકો પ્રેમથી “ડ્રાઈવર અમ્મા” કહે છે. તેમની પાસે 11 પ્રકારના વાહનોના ડ્રાઈવિંગ લાઈસન્સ છે. કાર, ટ્રક, ફોર્કલિફ્ટ અને ક્રેન પણ ચલાવવામાં તેઓ નિપુણ છે. આ ઉપરાંત, તેઓ કેરળમાં એક ડ્રાઈવિંગ સ્કૂલ પણ ચલાવે છે, જ્યાં તેઓ અન્ય લોકોને ડ્રાઈવિંગની તાલીમ આપે છે.
View this post on Instagram
આનંદ મહિન્દ્રાએ પણ કર્યા વખાણ
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એ પણ તેમનો વીડિયો શેર કર્યો અને તેમને પોતાના ‘મન્ડે મોટિવેશન’ ગણાવ્યા. તેમણે મણિ અમ્માની જિંદાદિલી અને હિંમતને સલામ કરી.
વીડિયોએ જીત્યા લોકોના દિલ
વાયરલ વીડિયોમાં મણિ અમ્મા રોલ્સ રોયસ ગોસ્ટ ચલાવતા પહેલા પોતાનું ઇન્ટરનેશનલ ડ્રાઈવિંગ પરમિટ બતાવે છે. ત્યારબાદ તેઓ ખૂબ જ આત્મવિશ્વાસથી દુબઈના રસ્તાઓ પર કાર દોડાવે છે. તેમનો શાંત સ્વભાવ અને બેફિકરાઈ લોકોને ખૂબ પ્રભાવિત કરી રહી છે.
સોશિયલ મીડિયા યુઝર્સ તેમને જીવનને સંપૂર્ણ રીતે જીવવાની પ્રેરણા ગણાવી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું – “કદાચ આ દુનિયાની સૌથી વૃદ્ધ મહિલા હશે જેમની પાસે આટલા બધા વાહનો માટે એક્ટિવ ઇન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઈસન્સ છે.” જ્યારે એક યુઝરે મજાકમાં કમેન્ટ કરી – “હવે વિમાન ઉડાડવાનું લાઈસન્સ પણ લઈ લો.”