[slideshow_deploy id=’25274′]માત્ર 25 વર્ષનો અમદાવાદી સુરીલ બન્યો Google રીસર્ચ ટીમનો મહત્વનો સભ્યો
અમદાવાદ : આજના 23 કે 25 વર્ષના યુવાનો કોલેજમાં ભણતા હોય છે અથવા તો ભણતર પુરૂ કરીને કારકિર્દી બનાવવા માટે નોકરી શોધી રહ્યા હોય છે. પરંતુ કોને ખબર કે આ 25 વર્ષના અમદાવાદીની કારકિર્દીની એવી ઉડાન ભરી છે કે જ્યા લોકોનું પહોચવું એક સપનું હોય છે અને આ સપનું પુરૂ કરનારા બહુ ઓછા ભારતીયો હોય છે. પરંતુ આ 25 વર્ષના છોકરાએ સાબીત કરી દીધું છે કે જો ધારો તો કઇ પણ થઇ શકે છે.
હા, આપણે વાત કરી રહ્યા છે અમદાવાદના 25 વર્ષના સુરીલ શાહની કે જેણે 21 વર્ષની ઉમરે વિશ્વની ટેકનોલોજીની જાયન્ટ કંપની Googleમાં નોકરી શરૂ કરી દીધી હતી અને આજે Google ની રીસર્ચ ટીમનો મહત્વનો સભ્ય બની ગયો છે.
આવનારા સમયમાં ટેકનોલોજીના સ્કોપની દ્રષ્ટીએ Google ની લીસ્ટમાં ભારત ટોચના સ્થાને
25 વર્ષે Google માં જોબ કરનાર ગુજ્જુ સુરીલ શાહની આ સફરની શરૂઆત ક્યાથી અને કેવી રીતે થઇ અને આ ફિલ્ડ પસંદ કરવાનું શું કારણ તે તેના શબ્દોમાં જ જાણીએ.
આવનારા 5-7 વર્ષ પછી ભારતમાં ટેકનોલોજીનું પ્રભુત્વ હશે – સુરીલ શાહ
સુરીલ શાહે કહ્યું કે, મારી કારકિર્દીનો વળાંક વર્ષ 2001માં ધરતીકંપથી થયો હતો. હું એ સમયે ગાંધીનગરમાં રહેતો હતો. ગુજરાતમાં આવેલા વિનાશક ધરતીકંપના કારણે સ્કુલ-કોલેજોમાં લાંબા સમય સુધી રજાઓ જાહેર થઇ ગઇ હતી. મને યાદ છે કે હું એ સમયે ચોથા ધોરણમાં હતો અને મને એ સમયે કાર્ટુન જોવા ગમતા હતા. આ કાર્ટુન જોવાના કારણે મને તે જાતે બનાવવાની ઇચ્છા જાગી અને ત્યાથી મારી ટેકનોલોજીના સફરની શરૂઆત થઇ.
કાર્ટુન બનાવવા માટે મે એનીમેશન અને પ્રોગ્રામીંગ શીખ્યું હતું. ત્યારથી ટેકનોલોજીની દુનીયામાં મારી પહેલી સફરની શરૂઆત થઇ ગઇ હતી. ત્યાર બાદ ફિલ્ડમાં વધુ રૂચી આવતા તેમાં વધુ આગળ વધવા માટે વર્ષ 2002માં CE, C++, JAVA પ્રોગ્રામ શીખ્યા હતા.
JAVA ની પરીક્ષા પાસ કરી તે મારી કારકિર્દીનો બીજો ટર્નીંગ પોઇન્ટ
JAVA ની પરીક્ષા પાસ કર્યા બાદ મને ખબર પડી કે નાની ઉમરે (વર્ષ 2002માં JAVA ની પરીક્ષા પાસ કરવી એટલે 10મા ધોરણના વિર્ધાર્થીને MBA ની ફાઇનલ પરીક્ષામાં બેસવું) આ પરીક્ષા પાસ કરનાર વિશ્વનો સૌથી નાની 10 વર્ષની ઉમરનો જીનીયસ સ્ટુડન્ટ બની ગયો હતો. મારી પહેલા પાકિસ્તાનની 11 વર્ષની ઉમર છોકરીએ JAVA ની પરીક્ષા પાસ કરી હતી. JAVA બાદ ORACLE ની અઘરી પરીક્ષા પાસ કરી
JAVA બાદ વિશ્વની સૌથી મોટો ORACLE ડેટાબેસ સીસ્ટમ આવે છે. આ સીસ્ટમ પણ હું શીખ્યો અને તેની પરીક્ષા આપી. મે આ પરીક્ષા વર્ષ 2003માં 11 વર્ષની ઉમરે આપી હતી. ORACLE સર્ટીફિકેશન પ્રોફેશનલ ટેસ્ટ પાસ કરનાર હું વિશ્વનો સૌથી નાની ઉમરનો સ્ટુડન્ટ બની ગયો હતો.
13 વર્ષની ઉમરે સ્કુલની સાથે પહેલી નોકરી શરૂ કરી
ટેકનોલોજીની દુનિયામાં વધુ આગળ વધવાની આશા અને વધુ શીખવાની જીજ્ઞાશાને કારણે હું વધુને વધુ ટેકનોલોજીના પ્રોગ્રામ, લેંગવેજ શીખતો ગયો. પરંતુ SEP નામનો પ્રોગ્રામની પરીક્ષા આપવા માટે 2 વર્ષનો અનુભવ અથવા માસ્ટર્સ ડિગ્રી ફરજીયાત જોઇતી હતી. તેના કારણે તેણે અમદાવાદમાં મેઘમણી ઓર્ગેનીક્સ કંપનીમાં સ્કુલેથી આવીને બપોરે 1 થી સાંજે 7 વાગ્યા સુધી નોકરી શરૂ કરી. આમ મારી 13 વર્ષની ઉમરે 8માં ધોરણમાં ભણતી વખતે નોકરી શરૂ કરી.
કોલેજ દરમ્યાન જ Google માં ઇંટર્નશીપ શરૂ કરી
વર્ષ 2009માં 17 વર્ષની ઉમરે મે 12મું ધોરણ પુરૂ કર્યા બાદ અમેરીકાની સ્ટેનફોર્ડ યુનીવર્સીટીમાં બેચલર્સ BS અને માસ્ટર્સ MS કોલેજનું ભણતર શરૂ કર્યું. કોલેજમાં હતો ત્યારે જ મે Google માં ઇંટરવ્યુંહ આપીને પાર્ટ ટાઇમ ઇંટર્નશીપ શરૂ કરી દીધી હતી. ચાર વર્ષ ઇંટર્નશીપ પુરી કર્યા બાદ મારૂ ભણતર પણ પુરૂ થયું અને વર્ષ 2013માં 21 વર્ષની ઉમરે મે Google માં Android ડિપાર્ટમેન્ટમાં મે નોકરી શરૂ કરી દીધી હતી.
Google માં Android અને બાદમાં Research ટીમમાં કામ કરી રહ્યો છું
કોલેજનું ભણતર પુરૂ થયા બાદ મને Google એ ફુલ ટાઇમ નોકરી તરીકે ઓફર કરી હતી અને કોલેજ પુરી થયાના એક અઠવાડીયા બાદ મે ફુટ ટાઇમની નોકરી શરૂ કરી દીધી હતી. પહેલા મે બે વર્ષ Android માં કામ કર્યું અને ત્યાર બાદ હાલ હું Google ની રીસર્ચની કોમ્પ્યુટર વિઝનની ટીમમાં કાર્ય કરી રહ્યો છું.
ટેકનોલોજીના સ્કોપની દ્રષ્ટીએ Google ની લીસ્ટમાં ભારત ટોચના સ્થાને
સુરીન શાહના કહેવા પ્રમાણે આવનારો સમય ટેકનોલોજીનો યુગ ગણાશે. ત્યારે એશીયાઇ દેશોમાં ટેકનોલોજીનો મોટા પાયે ઉપયોગ થશે. તેવામાં દુનીયામાં Google ના લિસ્ટની વાત કરીએ તો જો આવનારા સમયમાં ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ કોઇ દેશ કરશે તો તે લિસ્ટમાં અમેરીકા, યુ.કે. અથવા ચીન નહી પરંતુ ભારત ટોચના સ્થાને છે. તો સુરીને એવી ચીંતા પણ વ્યક્ત કરી કે જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધશે તો આવનારા 5 થી 6 વર્ષ બાદ ભારતમાં સામાન્ય કક્ષાની રોજગારી સૌથી મોટો પ્રશ્ન રહેશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.