હેકર્સના નિશાના પર ભારત, 48 કલાકમાં દેશના 3 સત્તાવાર એકાઉન્ટ હેક
છેલ્લા બે દિવસમાં ભારતની ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી છે. આ પહેલા ગત રાત્રે હેકર્સે હવામાન વિભાગનું ટ્વિટર હેન્ડલ પણ હેક કર્યું હતું. આ હેન્ડરને લગભગ બે કલાક સુધી હેક કરવામાં આવ્યો હતો.
હેકર્સ ભારતની જાણીતી સંસ્થા, સરકારી વેબસાઇટના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને નિશાન બનાવી રહ્યા છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ભારતનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ રવિવારે વહેલી સવારે હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હતું. માત્ર 2 દિવસમાં આ દેશનું ત્રીજું મોટું ટ્વિટર એકાઉન્ટ છે, જેને હેકર્સે નિશાન બનાવ્યું છે.
હેકરે UGCના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટને હેક કરીને અનેક ટ્વિટ કરી છે. આ સાથે UGCની પ્રોફાઇલ પીક બદલીને એક કાર્ટૂન મુકવામાં આવ્યું છે. હેકર્સે ટ્વિટરના સેંકડો વપરાશકર્તાઓને ટેગ કરીને એક પછી એક શ્રેણીબદ્ધ ટ્વીટ કર્યા.
એકાઉન્ટ હેકરે એકાઉન્ટ પર એક ટ્વીટ પિન કર્યું છે, જેમાં લખ્યું છે કે, ‘Beanz ઓફિશિયલ આર્કાઇવને જાહેર કરવા માટે, અમે આગામી 24 કલાક માટે સમુદાયના તમામ સક્રિય NFT ટ્રેડર્સ માટે એરડ્રોપ ખોલ્યું છે. તમારા Beanz નો દાવો કરો. બગીચામાં આપનું સ્વાગત છે.’
હેકર્સ દ્વારા ભારતના મુખ્ય ટ્વિટર એકાઉન્ટ્સને નિશાન બનાવવામાં આવ્યા છે
આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કાર્યાલય અને ભારતીય હવામાન વિભાગના એકાઉન્ટ હેક કરવામાં આવ્યા હતા. યુપીના મુખ્યમંત્રી કાર્યાલયનું એકાઉન્ટ લગભગ 29 મિનિટ સુધી હેક કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હેકર્સે એકાઉન્ટમાંથી ઘણી ટ્વિટ ડિલીટ કરી દીધી હતી. બાદમાં એકાઉન્ટ રિકવર કરવામાં આવ્યું હતું.
હવામાન વિભાગનું ટ્વિટર એકાઉન્ટ 2 કલાક પછી રિકવર થયું
આ પહેલા શનિવારે હવામાન વિભાગનું ટ્વિટર હેન્ડલ રિસ્ટોર કરવામાં આવ્યું હતું. હેકર્સ દ્વારા તેને 2 કલાકથી વધુ સમય સુધી હેક કરવામાં આવ્યું હતું. હેક કર્યા પછી હેકર્સે તેના પર NFT ટ્રેડિંગ શરૂ કર્યું.
ટ્વિટર હેન્ડલ હેક થતાં ભારતીય હવામાન વિભાગે શું કહ્યું, અહીં વાંચો.
ટ્વિટર હેન્ડલ હેક થતાં ભારતીય હવામાન વિભાગે શું કહ્યું, અહીં વાંચો.
આ સાથે NFT ટ્રેડિંગને લઈને એક મેસેજ પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેનું પ્રોફાઈલ પિક્ચર બદલાયું હતું, પરંતુ પછી તે ખાલી દેખાતું હતું.