અમેરિકન સરકારના આ નિર્ણયથી અમેરિકામાં હજારો ઈન્ડિયન એમ્પ્લોઈઝની H-1B વીઝા એક્સટેન્ડ કરવામાં નહીં આવે કારણકે સ્થાઈ નિવાસની અનુમતિ આપવાવાળું ગ્રીન કાર્ડની એપ્લિકેશન હજી પેન્ડિંગ છે. આ નવા કાયદાથી પ્રભાવિત થનારા ભારતીયોમાં મોટી સંખ્યામાં IT સેક્ટરમાં કામ કરનારા કર્મચારીઓ છે. હાલના નિયમો પર નજર કરીએ તો ગ્રીન કાર્ડ બાકી રહેવામાં હજી 2થી3 વર્ષ માટે H-1B વિઝાની માન્યતા વધારવાની અનુમતિ મળેલી છે. જો નવા રૂલ પર અમલ કરવામાં આવશે તો H-1B ધારક 50,000થી 75,000 ભારતીયોએ અમેરિકા છોડીને ભારત પાછું આવવું પડી શકે છે.
સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીની સંસ્થા નેસ્કૉમ વીઝા સંબંધી મુદ્દાઓ પર અમેરિકાની સંસદ અને સરકાર સામે પોતાની ચિંતા વ્યક્ત કરી ચુકી છે. અને આગામી અમુક અઠવાડિયામાં પ્રસ્તાવિત કાયદા પર વાતચીત પણ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા દર વર્ષે 85,000 નોન-ઈમિગ્રન્ટ H-1B વીઝા જ્યારે 65,000 વિદેશીઓને વીઝા આપે છે. આ સિવાય 20,000 લોકોને અમેરિકાની સ્કૂલ-કોલેજોમાં એડવાન્સ ડિગ્રી કોર્સમાં એડમિશન માટે વીઝા આપે છે. આમાંથી 70 ટકા લોકો ભારતીયો હોય છે અને મોટાભાગના લોકોને IT કંપનીઓ હાયર કરે છે.

NEW YORK, NY - AUGUST 15: US President Donald Trump speaks following a meeting on infrastructure at Trump Tower, August 15, 2017 in New York City. He fielded questions from reporters about his comments on the events in Charlottesville, Virginia and white supremacists. (Photo by Drew Angerer/Getty Images)