ઉત્તર પ્રદેશની વિધાન પરિષદની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ મોટાભાગની બેઠકો જીતી લીધી છે. પરંતુ ભાજપના ગઢ ગણાતા અને પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ભગવા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. વારાણસીમાં ભાજપના ઉમેદવાર ત્રીજા નંબરે હતા. આ બેઠક પરથી બ્રિજેશ સિંહની પત્ની અન્નપૂર્ણા સિંહે નિર્ણાયક લીડ મેળવી છે.અન્નપૂર્ણા સિંહને 2058 વોટ મળ્યા જ્યારે સપાના ઉમેદવાર ઉમેશ યાદવ 171 વોટ સાથે બીજા ક્રમે છે. ભાજપના ઉમેદવાર ડો.સુદામા પટેલ 103 મતો સાથે ત્રીજા નંબરે છે. 68 મત રદ થયા છે.
સુદામા પટેલને હારનો ડર, પાર્ટીના નેતાઓ પર આરોપ
વારાણસીથી ભાજપના ઉમેદવાર સુદામા પટેલને પહેલાથી જ હારની આશંકા હતી. તાજેતરમાં મીડિયા સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે પાર્ટીના નેતાઓ તેમને સમર્થન નથી આપી રહ્યા અને માફિયા બ્રિજેશ સિંહની પત્નીને સમર્થન આપી રહ્યા છે. જો કે વારાણસીની MLC સીટ પર બ્રિજેશ સિંહનું વર્ચસ્વ છે. લગભગ બે દાયકાથી બ્રિજેશ સિંહના પરિવારનો કબજો છે. જો કે, સપાથી પણ પાછળ પડવું એ ચોક્કસપણે ભાજપ માટે આંચકો છે.