થોડા સમય પહેલા એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારો દ્વારા પૂછાયેલા સવાલના જવાબમાં ધૈર્ય ગુમાવતા રાજ્યના શિક્ષણમંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, “જેમને ગુજરાતની શાળાઓમાં શિક્ષણ સારુંના લાગતું હોય તેઓ અન્ય રાજ્યોમાં જતાં રહે”
હવે આ મુદ્દે ગુજરાત આપ પાર્ટી દ્વારા સરકાર સામે પોલ ખોલ અભિયાન શરૂ કરાયું છે.
સોમવારે દિલ્હીના શિક્ષણમંત્રી અને આપ પાર્ટીના નેતા મનીષ સિસોદિયા જાતે ભાવનગર જીતુભાઇ વઘણીના મત વિસ્તારની શાળાઓની મુલાકાતે આવ્યા હતાં.
ભાવનગરની ત્રણ શાળાઓની મુલાકાત બાદ આપ પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ભાજપા સરકારની શિક્ષણનીતિની વાતો સાથે રાજનીતિ પણ જણાઈ હતી.
• રાજ્યમાં સરકારી શાળાઓની સ્થિતિ અને શિક્ષણ વ્યવસ્થાની સ્થિતિ અત્યંત ખરાબ હોવાનો સરકાર સામે આરોપ.
• મનીષ સિસોદિયાએ ભાવનગરમાં કુંભારવાડા, હદાનગર અને સિદસરની શાળાઓમાં મુલાકાત લઈને શૈક્ષણિક અવ્યવસ્થાનઓની જાટકણી કાઢી.
• પોતાના વિસ્તારની જર્જરિત શાળા, પાણી – ટોયલેટનો અભાવ જોઈને જીતુ વાઘાણીને ઊંઘ પણ નહિ આવે નો રોષ ઠાલવ્યો.
• જીતુભાઇ વાઘાણી પાસે પરિવારની પ્રાઇવેટ શાળા માટે સમય છે, પણ સરકારમાં રહીને સરકારી શાળાની વ્યવસ્થા સુધારવા માટે સમય નથીનો આરોપ.
હવે આ સમગ્ર મુદ્દે ભાવનગર શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા આપ પાર્ટી પર નિમ્નકક્ષાનું રાજકારણ કરવાનો આરોપ લગાવાયો છે.
તેમના દ્વારા વધુ જણાવાયું છે કે, શહેરમાં બીજી અનેક શાળાઓ છે, એક બે શાળાઓની મુલાકાત લઈને શિક્ષણ સમિતિની બીજી 55 શાળાઓનું મૂલ્યાંકન ન થઈ શકે.
ભાવનગર શહેરમાં અનેક એવી સરકારી શાળાઓ છે, જેની મુલાકાત દિલ્હીના શિક્ષણમંત્રી એ લીધી હોત તો તેમને અનેક પ્રકારનું માર્ગદર્શન પણ મળી રહેત.