દેશની સુપ્રીમ કોર્ટમાંથી હાર્દિક પટેલ પર લાગેલા કેસના ચુકાદા પર સ્ટે.
વર્ષ 2015 માં અમદાવાદ ખાતેના GMDC ગ્રાઉન્ડમાં પાટીદાર અનામત આંદોલનના ઉપલક્ષ્યમાંં પાટીદારો પોતપોતાના મતભેદો પડતાં મૂકીને હજારોની સંખ્યામાં એકઠા થયા હતાં.
અમદાવાદથી 50 કિલોમીટર દૂર આવેલા વિસનગરના એક યુવાન હાર્દિક પટેલે તે સમયની કેન્દ્ર સરકાર સહિત રાજ્યની સરકાર સામે પણ આકરા આરોપો કરેલાં, આ સમગ્ર સભા દરમિયાન GMDC ગ્રાઉન્ડ ખાતે પોલીસ દ્વારા લાઠીચાર્જ થયેલો અને તે સાથે જ અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં પાટીદાર યુવાનો દ્વારા સરકારની દમનનીતિ સામે વિરોધ પ્રદર્શનો કરેલાં, દરમિયાન અમદાવાદ, રાજકોટ, મોરબી, સુરત સહિત અનેક શહેરોમાં સરકારી માલ-સામાનની તોડફોડ અને આગઝની કરાઈ હતી, ગુજરાતમાં વર્ષો બાદ આ પ્રકારની અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું.
આ સમગ્ર મામલે સરકાર દ્વારા હાર્દિક પટેલ સહિત અનેક આગેવાનો સામે યુવાનોને ભડકાવવાના આરોપો તેમજ દેશદ્રોહના કેસો દાખલ કરાયા હતા, જેના પરિણામે હાર્દિક પટેલે સુરતની લાજપોર જેલમાં 9 મહિના જેલ પણ ભોગવવી પડેલી, ત્યારબાદ હાલ જામીન પર છુટકારો મળેલ છે.ત્યારબાદ હાર્દિક પટેલે તેમના પર રાજકીય દ્રષ્ટિએ ખોટા કેસો લગાવવાના સરકાર સામે આરોપો લગાવેલ, અને આ કેસમાં થયેલ સજાની રોક માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેના ચુકાદામાં આજે સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની સજા પર હાલ પૂરતી રોક લગાવી છે.
ઉલ્લેખનીય છે કે આ આંદોલન દરમિયાન હાર્દિક પટેલને મનાવવા માટે સરકાર અને ભાજપના નેતાઓ મારફતે અનેક પ્રયાસો કરાયેલા.હાર્દિક પટેલ જેલમાંથી 9 મહિના બાદ જામીન પર છૂટીને કોંગ્રેસ પાર્ટીના શામેલ થયેલ, અને હાલમાં તેવી પ્રબળ શક્યતાઓ છે કે તે કોંગ્રેસ પાર્ટી માંથી આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોઈ સીટ પરથી ઉમેદવારી નોંધાવશે.હાર્દિક પટેલની આ અરજીમાંં સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે લગાવવામાં ના આવ્યો હોત તો શક્ય છે કે તે આગામી ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી ના શકે. જેથી કોર્ટનો આ ચુકાદો હાર્દિક પટેલ અને કોંગ્રેસ પાર્ટી માટે ખૂબ જ રાહતના સમાચાર લાવ્યો છે.