દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે પેટ્રોલ ,ડીઝલ અને શાકભાજી તથા ખાદ્યતેલની કિંમત માં ધરખમ વધારો થઇ ગયો છે ખાદ્યપદાર્થોના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે અત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં મોંઘવારીના વિરોધમાં ફની અંદાજમાં કટાક્ષ કરવામાં આવી રહ્યો છે.
વીડિયોની અંદર ત્રણ છોકરાઓ મોંઘવારી ઉપર કટાક્ષ કરતા જોવા મળી રહ્યા છે ત્રણ છોકરા મોંઘવારીની દોડ લગાવી રહ્યા છે પહેલો છોકરો મોંઘવારીની દોડમાં પેટ્રોલ 105 રૂપિયા લીટર , બીજો છોકરો તેલ 175 રૂપિયા લિટર અને અને ત્રીજો છોકરો લીંબુ 300 રૂપિયા કિલો એમ મોંઘવારી ની હરોળ લગાવી રહ્યા છે તેઓ પોતાના ટીશર્ટ પર મોંઘવારી દર્શાવી રહ્યા છે
આ ફની વિડિયો છે પરંતુ તેઓ સરકાર પર સીધો સીધો કટાક્ષ કરી રહ્યા છે વીડિયોની અંદર છેલ્લે તમે જોઈ શકો છો કે ‘બેસ્ટ મોંઘવારીનો એવોર્ડ’ પણ આપવામાં આવી રહ્યો છે આ વિડિયો સરકાર સામે ફની અંદાજમાં કટાક્ષ રૂપે મૂકવામાં આવ્યો છે