ઘણા નાના બાળકો વારંવાર શાળાએ જવાનું ટાળે છે અને શાળાએ ન જવાનો આગ્રહ રાખે છે. કેટલાક બાળકોને તેમના વાલીઓ બળજબરીથી શાળાએ મોકલે છે. બાળકો માટે શાળાએ જવું પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે જો તેઓ યોગ્ય સમયે શાળાએ ન જાય તો તેની ખરાબ અસર તેમના ભણતર પર પડે છે અને તેઓ અન્ય બાળકોથી પાછળ રહી જાય છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક નાના બાળકનો છે, જેમાં તે સ્કૂલ ન જવાની જીદ કરી રહ્યો છે અને ગુસ્સામાં તેની બેગ રસ્તા પર જ ફેંકી દે છે. જેના પર તેની માતા પણ ગુસ્સે થઈ જાય છે અને આગળ શું થયું તે જોઈને દરેક બાળકને સબક મળી જશે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળક ઘરની બહાર આવે છે અને ઘરની બહાર નીકળતાની સાથે જ ગુસ્સામાં તેની સ્કૂલ બેગ રસ્તા પર ફેંકી દે છે. તેની માતા પાછળથી આવે છે, બાળકને બેગ ફેંકતા જોઈને તેને ગુસ્સો આવે છે અને બેગ ઉપાડ્યા બાદ તેબાળકને મારે છે, પછી તેનો હાથ પકડીને તેને જબરદસ્તી સાથે લઈ જવા લાગે છે. બાળક હજુ પણ માતાને શાળાએ ન જવાની જીદ કરતો જોવા મળે છે.
School Time. Relatable.❤️ pic.twitter.com/4xBkZhOoiZ
— Awanish Sharan (@AwanishSharan) April 12, 2022
આ વીડિયો IAS ઓફિસર અવનીશ શરણે ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે અને તેના પર કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- આ પ્રકારના બાળકો પછીથી કંઈ કરી શકતા નથી. બીજાએ લખ્યું- આવા બાળકો હંમેશા તેમનું બાળપણ યાદ રાખશે.