Amazon પર ફેબ ટીવી ફેસ્ટ સેલ 10 એપ્રિલથી શરૂ થયો છે, જે 14 એપ્રિલ સુધી ચાલશે. આ સેલમાં તમને સ્માર્ટ ટીવી પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલમાં સૌથી મોંઘા સ્માર્ટ ટીવી ખૂબ જ સસ્તામાં ખરીદી શકાય છે. ઑફર્સનો લાભ લઈને ઓછી કિંમતે ટીવી મળી શકે છે. વેસ્ટિંગહાઉસમાંથી 32-ઇંચના સ્માર્ટ ટીવી ખૂબ સસ્તામાં ખરીદી શકાય છે. બેંક ઑફર્સ અને એક્સચેન્જ ઑફર્સનો લાભ લઈને 8 હજારથી ઓછી કિંમતમાં ટીવી મળી શકે છે.
વેસ્ટિંગહાઉસ 32 ઇંચ સ્માર્ટ ટીવીની લોન્ચિંગ કિંમત 17,499 રૂપિયા છે, પરંતુ ટીવી 12,999 રૂપિયામાં વેચાણમાં ઉપલબ્ધ છે. એટલે કે ટીવી પર 4,500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ પછી બેંક અને એક્સચેન્જ ઑફર્સ પણ છે, જેના કારણે ટીવીની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થશે.
જો તમે વેસ્ટિંગહાઉસ 32 ઇંચ સ્માર્ટ ટીવી ખરીદવા માટે SBIના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને 1,500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે ટીવીની કિંમત 11,499 રૂપિયા હશે.
વેસ્ટિંગહાઉસ 32 ઇંચના સ્માર્ટ ટીવી પર 4,080 રૂપિયાની એક્સચેન્જ ઓફર છે. જો તમે તમારા જૂના ટીવીને એક્સચેન્જ કરો છો, તો તમે આટલું બધી છૂટ મેળવી શકો છો. પરંતુ રૂ. 4,080ની છૂટ ત્યારે જ મળશે જ્યારે તમારું જૂનું ટીવી સારી સ્થિતિમાં હશે અને મોડલ લેટેસ્ટ હશે. જો તમે ફુલ ઑફ મેળવવાનું મેનેજ કરો છો, તો ટીવીની કિંમત 7,419 રૂપિયા હશે.