રાજસ્થાની મિર્ચી વડા રાજસ્થાનનો સૌથી પ્રખ્યાત સ્ટ્રીટ સ્નેક્સ છે. જે લોકો મસાલેદાર ખાવાનું પસંદ કરે છે તેઓને આ વડા ખૂબ ગમશે. આ ઉપરાંત, તમે ઘરે તેને સરળતાની બનાવી શકો છો. રાજસ્થાની મિર્ચી વડા બનાવવા માટે, બટાકાનો મસાલો તૈયાર કરી લીલા મરચામાં ભરીને ડીપ ફ્રાય કરવામાં આવે છે. જોકે મોટું મરચું ખાવામાં તીખું ઓછું હોય છે, પરંતુ તમે તમારા સ્વાદ પ્રમાણે મસાલા ઉમેરીને તેને મસાલેદાર બનાવી શકો છો. તમે ફુદીનાની ચટણી અથવા ટેંગી ટમેટાની ચટણી સાથે રાજસ્થાની મિર્ચી વડા પીરસી શકો છો.
સામગ્રી
12-15 (મોટા) લીલા મરચા
1 કપ ચણાનો લોટ
1 ટીસ્પૂન મીઠું
પાણી
તેલ (ડીપ ફ્રાય કરવા)
250 ગ્રામ બટાકા (બાફેલા)
1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
2 ટીસ્પૂન આમચૂર પાઉડર
2 ટીસ્પૂન કોથમીર પાવડર
1/4 ટીસ્પૂન હીંગ
2 ટીસ્પૂન વરિયાળી
1 ટીસ્પૂન લીલા મરચા (ટુકડા કાપી):
રીત
-સૌ પ્રથમ બટાટામાં લાલ મરચું પાવડર, મીઠું, આમચૂર પાવડર, ધાણા પાવડર, હીંગ અને લીલા મરચા નાખી બરાબર મિક્ષ કરી લો.
-આ પછી લીલા મરચાને ધોઈ લો, વચ્ચેથી કાપી તેમાં બટાકાનું મિશ્રણ ભરો.
-હવે ચણાના લોટમાં મીઠું નાંખો અને પાણી સાથે મિશ્રણ બનાવો.
-તેલ ગરમ કરો
-ચણાના લોટના મિશ્રણમાં લીલા મરચા નાખો અને ગરમ તેલમાં નાખો.
-મરચા આછા બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દો.
-ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને તેલમાંથી કાઢી પીરસતાં પહેલાં ટીશ્યુ પેપર પર નાંખો.
-તમે તેને ફુદીનાની લીલી ચટણી અથવા ટામેટો ચટણી સાથે સર્વ કરી શકો છો.